Headlines

પોરબંદરમાં વિશ્વાસઘાત-છેતરપિંડી કરી જમીન પડાવનાર 3 શખ્સોને પકડી પાડતી પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૭ સુધીમાં આરોપીઓએ ગુનાહિત કાવતરે રચી ફરિયાદીના પતિની જમીનનો તેના કુટુંબી ભાઈઓ પાસેથી પરત અપાવવાનો વિશ્વાસ અપાવી જમીનનો કબ્જો ખાલી કરાવડાવી ખોટા દસ્તાવેજો બનાવી જમીન વચો નાખી ફરિયાદી તથા તેના પતિ સાથે છેતરપિંડી કરવા બાબત ઉધ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૮૦૧૦૨૬૦૦૪૯/૨૦૨૪ IPC કલમ- ૪૦૮, ૪૨૦, ૪૦૬(૨), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૧૧૪ મુજબનો ગુન્હો તા.૨૦/૦૧/૨૦૨૪ ના રોજ દાખલ કરાવામાં આવેલ જે ગુન્હાની તપાસ ઉધ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર ચલાવે છે.

ઉપરોક્ત ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી નં.(૧) લાખા અરજનભાઇ કેશવાલા ઉ.વ.૫૮ ધંધો.ખેતીકામ રહે.પાલખડા ગામના પાદરમાં વાડી વિસ્તાર, વિસાવાડા ગામ તા.જી.પોરબંદર તથા નં.(૨) દિલીપભાઇ હરભમભાઇ રાણાવાયા ઉ.વ.૫૨ ધંધો.વેપાર રહે.જનકપુરી સોસાયટી, કમલાબાગ પાછળ, પોરબંદર તથા નં.(૩) ઇબ્રાહીમ અબુભાઇ લાખા ઉ.વ.૫૫ ધંધો.ખેતી તથા જમીન મકાન લે-વેચ રહે.ખાપટ, સરકારી કર્મચારી સોસાયટી પાસે, વાડી વિસ્તાર, પોરબંદર વાળાઓને તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ ગુન્હાના કામે નાસ્તા ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલીક આરોપીઓની પકડી પાડવાની કાર્યવાહી પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *