બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠી શોધી કાઢતી રાણાવાવ પોલીસ: મુન્નાનો 22,400નો મુદ્દામાલ કબ્જે

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ
પોરબંદર જિલ્લાના રાણાવાવ થાણાના પીઆઈ એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પો.સ્ટાફને દારુની પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઇડો કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે પીએસઆઇ આર.વી.મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને મળેલ સંયુક્ત હકિકત આધારે બરડા ડુંગર વિડીનેશથી પૂર્વે એક કિ.મી. દુર ચેકડેમના કાંઠે હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરતા મુના દેવાભાઇ મોરી ઉ.વ.૨૯ રહે.વીડીનેશ તા.રાણાવાવ જી.પોરબંદર વાળાના દેશી દારાની ભઠ્ઠી મળી આવેલ અને મજકુર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનનો ગુન્હો રજી. કરાવેલ છે. ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.૪૦૦ તથા દેશી દારૂ લીટર ૫૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૨૨,૪૦૦/- નો મુદામાલ મળી આવેલ.આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ એસ.આર.કરંગીયા, બી.વી.વાળા, સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, અનુલ કરશનભાઇ વિગેરે પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *