Headlines

પોરબંદરમાં ‘નેત્રમ’ સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં ભૂલથી બદલાઈ ગયેલું બાઈક પરત મળ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર: વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરી છે. ચોપાટી ગેટ પાસે પાર્ક કરેલું યોગેશભાઈનું હોન્ડા સાઈન બાઈક (GJ25R5278) ગુમ થતા તેમણે નેત્રમનો સંપર્ક કર્યો હતો.

​નેત્રમ ઇન્ચાર્જની સૂચનાથી સ્ટાફે સીસીટીવી ફૂટેજ તપાસતા જણાયું કે, એક વ્યક્તિ પોતાના બે બાળકો સાથે ભૂલથી આ બાઈક લઈ ગયા હતા. ટેકનિકલ સર્ચની મદદથી તે વ્યક્તિની ઓળખ કરી સંપર્ક સાધતા જાણવા મળ્યું કે તેમના ગેસ્ટ પોતાનું સમાન બાઈક સમજીને યોગેશભાઈનું વાહન લઈ ગયા હતા. નેત્રમની સતર્કતાથી બંને પક્ષોને બોલાવી વાહનની અદલાબદલી કરાવી બાઈક પરત અપાવ્યું હતું, જે બદલ અરજદારે પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *