પોરબંદર
મનુષ્યના બાળકોને તો પૃથ્વી ઉપર અવતરણ માટે માદા મનુષ્યને શારીરિક અગવડ હોય તો સિઝેરિયન ની વ્યવસ્થા હવે મેડિકલ વિશ્વ દ્વારા આસાનીથી થઈ શકે છે પરંતુ પ્રાણીઓનું કોણ? અને તેમાં પણ શ્વાન વિશ્વનું કોણ? પ્રાણી પ્રેમીઓ અને જીવ પ્રેમીઓ તમામ મર્યાદાઓ ઓળંગીને જીવ પ્રત્યેના પ્રેમ માટે કંઈ પણ કરી શકે છે. પોરબંદરમાં ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા શિવરાત્રીએ એક માદા શ્વાનને સિઝેરિયન કરીને ચાર ગલુડિયાઓને જન્મ આપ્યો હતો અને તે રીતે પાંચ જીવને જીવત દાન આપ્યું હતું.
ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટના ડો નેહલ કારાવદરા એ જણાવ્યું કે મહાદેવની કૃપાથી શિવરાત્રીની રાત્રે આ 5 જીવ ને જીવતદાન આપી શક્યા. આ માદા શ્વાન બચ્ચા ને જન્મ આપી શકે એમ જ ન્હોતી અને સવારથી પીડાતી હતી. જેનું ડો વિજય ખૂટી અને ડો હેમલ ચાવડા એ ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ મા સિઝેરીયન કર્યું અને મા અને બચ્ચા બંને નો જીવ બચી ગયો. આ દિવસે આનાથી વિશેષ શું હોઈ? ખુદ મહાદેવ મદદ કરવા આવ્યા હોઈ એવો એહસાસ થયો. અત્યાર સુધી 50થી વધુ સિઝેરીયન કરવામાં આવ્યા છે.