Friday June 20, 2025

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫

         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધામણીનેશ પાસેના તળાવ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

         આ સ્થળેથી પોલીસે દેશી દારૂ અંગેનો રૂ. 35,000 ની કિંમતનો વિવિધ પ્રકારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની આ ભઠ્ઠી પ્રકરણમાં ધામણીનેશ વિસ્તારમાં રહેતો ગોગન વિશાભાઈ રબારી નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેને હાલ ફરાર જાહેર કરી, આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

       આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. ગોહિલ, પી.એસ.આઈ. એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top