
કુંજન રાડિયા, જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ ડિવિઝન હેઠળ આવતા જુદાજુદા ચાર પોલીસ મથક ખંભાળિયા, સલાયા, વાડીનાર મરીન અને ભાણવડમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા જે-તે પોલીસ મથકના અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ બાદ આ પોલીસ મથકના ઝડપાયેલા બિનજરૂરી મુદ્દામાલનો નિકાલ કરવાના હેતુથી સ્થાનિક કોર્ટમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી.
આ દરખાસ્ત કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા આજરોજ અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટા અને નશાબંધી અધિકારી એસ.સી. વાળા સાથે ડીવાયએસપી પ્રજાપતિ, પી.આઈ. બી.જે. સરવૈયા અને પોલીસ સ્ટાફની ખાસ ઉપસ્થિતિમાં અહીંના ધરમપુર વિસ્તારમાં જિલ્લા કચેરીઓ નજીકના સરકારી ખરાબામાં જુદા જુદા 44 ગુનાઓમાં ઝડપાયેલા રૂપિયા 11,06,170 ની કિંમતની આ 2337 બોટલ પરપ્રાંતીય શરાબનો નાશ કરવામાં આવ્યો હતો.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)