ચારડામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા
મૂકેશ પંડિત, ઈશ્વરિયા બનાસકાંઠાનાં ચારડામાં રામલખનદાસબાપુ ૧૦૦મી જીવંત શતાબ્દી મહોત્સવ ઉજવણી થઈ રહી છે. બાલા હનુમાનજી મંદિર ચિત્રકૂટધામમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે. ભક્તો ભાવિકો બહુ જ મોટી સંખ્યામાં રામકથા નો લાભ લેવા માટે આવી રહ્યા છે અને બાપુ બહુ જ રસિક અને ભાવસભર શૈલીમાં કથા વાંચન કરી રહ્યા છે.
