અવાણીયા પાસે ઇકો ચાલકની બેફિકરાઈ: ભુંભલીના બાઈક સવાર 3 ભાઈ-બહેનને અડફેટે લેતા ગંભીર ઈજા: ઇકો ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર/ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા અવાણીયા ગામ પાસે ગત શુક્રવારે સાંજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભાવનગરના ભુંભલી ગામે રહેતા કિરણબેન રમેશભાઈ બારૈયા, તેમનો ભાઈ રાહુલ અને બહેન દક્ષાબેન મોટરસાયકલ પર સવાર થઈને ભાવનગરના ભરતનગર વિસ્તારમાં કપડાંના સિલાઈ કામની મજૂરી માટે ગયા હતા. તારીખ 08/05/2026 ના રોજ સાંજે આશરે સાડા…
