જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝનમાં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ઘઉંની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. જેમાં નોંધણીની મુદત વધારીને તા. 5 એપ્રિલ સુધીની કરવામાં આવી […]
Category: BHANVAD
સ્વામિનારાયણના કહેવાતા સંતોની ભગવાન દ્વારકાધીશ તથા ગુગળી જ્ઞાતિ વિષે કથિત વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ
– ગુગળી બ્રાહ્મણ યુવા ટીમ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ – ગુગળી બ્રાહ્મણ તથા અન્ય સમાજ દ્વારા સરઘસ કાઢી, આવેદન અપાયું કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત […]
ખંભાળિયાના ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ […]
ખંભાળિયાના વિંઝલપર ગામે રોકડ રકમની ચોરી પ્રકરણમાં આરોપી ઝબ્બે
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા કાનાભાઈ રાણાભાઈ કરમુર નામના વેપારીની માધવ એગ્રો નામની દુકાનમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી અને દુકાનનો પાછળનો દરવાજો ખોલી અને દુકાનના કાઉન્ટરના ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 44 હજારની રોકડ રકમની ચોરી થયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા સ્થળોએ પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન
– 22 વીજ જોડાણો દૂર કરાયા: 14 લાખના દંડ ફટકારાયા – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ પોલીસ […]
કલ્યાણપુરના હર્ષદ ખાતે મંદિર પરિસરના વિકાસકાર્યોનું ખાત મુહૂર્ત કરાયું
– પ્રથમ ફેઝમાં રૂ. 8 કરોડથી વધુ રકમના ખર્ચે વિવિધ નિર્માણ કાર્યો કરાશે – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે આશરે રૂ. આઠ કરોડથી વધુ રકમ ખર્ચે “હર્ષદ માતા મંદિર પરિસર”ના વિકાસ કામગીરીના ફેઝ- 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખાત મુહૂર્ત […]
સલાયા, ઓખા વિસ્તારમાં પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન
– દસ વીજ જોડાણો દૂર કરાયા: સવા આઠ લાખના દંડ ફટકારાયા – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ […]
ખંભાળિયામાં આગામી રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલી જડેશ્વર હાઉસિંગ સોસાયટી ખાતે આગામી રવિવાર તારીખ 30 માર્ચથી શનિવાર તારીખ 5 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સમૂહ સપ્તાહ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત આ સમૂહ સપ્તાહમાં વ્યાસપીઠ પર જાણીતા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ […]
ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું […]
ભાણવડમાં યુવાનની હત્યાના પ્રયાસ કરનારા શખ્સને દબોચી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આરોપી એવા મોટા કાલાવડ ગામના રહીશ હાર્દિક વેજાણંદભાઈ કનારા નામના […]
