– નાનાભાઈ સાથે થતી તકરારથી કંટાળીને મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી […]
Category: BHANVAD
ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર, અહીંની સીવિલ હોસ્પિટલ ખાતે આજે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં […]
ખંભાળિયાના દ્વારિકાધીશ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવા
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ ફૂલડોલ ઉત્સવ નિમિત્તે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ્બ્યુલન્સ અને આરોગ્યના સેવા કાર્યનો ખંભાળિયા વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે પડાણા પાટીયાથી લીંબડી સુધીના વિસ્તારમાં જતા પદયાત્રીઓને ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ અહીંની 8 નામાંકીત હોસ્પિટલોમાં વિના મૂલ્યે નિદાન, સારવાર અને મેડિકલ દવા […]
ખંભાળિયાના આહિર સિંહણ ગામે શુક્રવારે પહેડી મહોત્સવનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામની બાજુમાં આવેલા શ્રી સંઘાયડા વાળા શ્રી યક્ષ બૌતેરા ડાડાના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૌરાષ્ટ્ર કરછ વાગડનાં ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટદેવ શ્રી યક્ષ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન આગામી શુક્રવાર તારીખ 14 ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં […]
ખંભાળિયામાં આગનું છમકલું : ફાયર ફાયટર દોડ્યા
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ, અને […]
દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે
કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. – […]
પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે. […]
ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી
– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે. […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સાવચેત કરાયા
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 4 થી તા. 8 માર્ચ સુધી દરિયામાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની તેમજ આ ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયો એકદમ તોફાની બની રહેશે તેવી શક્યતાને ધ્યાને લઈ, અને […]
દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણ અંગે તંત્ર સમક્ષ જરૂરી અરજી પણ થઈ શકે છે: પ્રાંત અધિકારી
– ડિમોલિશનની વહેતી અફવાઓ અંગે પ્રાંત અધિકારીની સ્પષ્ટતા – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં સ્થાનિક મામલતદાર દ્વારા ધાર્મિક સ્થળોની યાદી બહાર પાડીને આની સામે કાર્યવાહી કરવા અંગેની નોટિસ જાહેર કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ […]
