Sunday July 27, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના હોદ્દેદારો વરાયા

– પ્રમુખ તરીકે દ્વારકામાં કોમલબેન, સલાયામાં જુલેખાબેન અને ભાણવડમાં પ્રિયેશભાઈ ઉનડકટ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો […]

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બુલેટ સવાર દંપતિ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં […]

પાસામાં અંદર થયો: સુરજકરાડીના માથાભારે મનુષ્ય રાકેશ રોશિયાને પોલીસે કઈ જેલમાં મૂક્યો?

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે સમયાંતરે નોંધાયેલી ફરિયાદો અન્વયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા માથાભારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસને આપવામાં આવેલી […]

શેર બજારમાં પ્રોફિટની લાલચ આપીને દ્વારકા જિલ્લાના આસામી સાથે છેતરપિંડી કરનાર પાટણનો આરોપી ઝડપાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને શેરબજારમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સને દબોચી લીધો હતો.          આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં […]

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ […]

ભગવાનની ચોરી, પોલીસનું ડિટેકશન: હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે

ભગવાનની ચોરી પોલીસ નું ડિટેકશન હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે – યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી ! – – બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ- કુંજન રાડિયા. જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ […]

કાના સરકાર: દ્વારકાધીશના આંગણે ફૂલડોલ મહોત્સવ ઉજવવા માટે કલેકટર કચેરીમાં ખાસ બેઠક મળી

દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય રીતે યોજાશે ફુલડોલ ઉત્સવ: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫        દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની […]

ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ

ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ વચ્ચે ખેલાયું યુદ્ધ: દોડધામ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અવિરત છે. ત્યારે ગઈકાલે અહીંની મેઈન બજારમાં બે મજબૂત આખલાઓ વચ્ચે ખેલાયેલા યુદ્ધથી આ વિસ્તારના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.         ખંભાળિયા શહેરની […]

ભાણવડ નજીક છ વર્ષ પૂર્વે ઝડપાયેલી અનઅધિકૃત લાઈમ સ્ટોન ચોરી પ્રકરણમાં આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ

– સજા સાથે રૂ. 60,000 નો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા […]

Back to Top