Saturday July 26, 2025

ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા.૩૦- ૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા       ખંભાળિયાના સક્રિય અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતા ભાર્ગવભાઈ મુકેશચંદ્ર શુક્લનો આજે 31 મો જન્મદિવસ છે. ભાર્ગવ શુકલ ખંભાળિયા પીજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે તેઓ હંમેશા સમાજ સેવાના કાર્યો માટે અગ્રેસર રહે છે. કોઈપણ જાતની ખોટી પ્રસિદ્ધિ વગર દર મહિને તેઓ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ […]

દ્વારકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના રૂ. 14.74 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ

– અદ્યતન બિલ્ડિંગમાં અનેકવિધ સુવિધાઓ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫      દ્વારકાના રૂ. 14.75 કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ દ્વારકા ખાતે શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે કરવામાં આવ્યું હતું.       આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજના આધુનિક તથા ઝડપી યુગમાં સ્કિલ મુજબ […]

રૂપમોરાના ભગીરથ યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘર અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫         હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માત્ર પાણીના અભાવે ડી-હાઇડ્રેશનના કારણે કેટલાય પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે અને પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના શ્રી ભગીરથ યુવા ગ્રુપના યુવાનો દ્વારા આ અબોલ જીવોની મદદ અર્થે આગળ આવી અને રૂપામોરા ગામની […]

સફેદ ડુંગળીમાં સરકાર ખેડૂતોને માટે સહાય પેકેજ જાહેર કરે: આપ દ્વારા રજૂઆત

– ટેકાના ભાવે ચણાની ખરીદી ઓછામાં ઓછી 200 મણ કરવા માંગ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને ચણાની ટેકાના ભાવે ખરીદી, સફેદ ડુંગળીમાં સહાય તેમજ સિંચાઈના પાણી સહિતના મુદ્દે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતી વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.         […]

પહેલગામ આતંકવાદી હુમલાને વખોડતા ખંભાળિયા સુન્ની મુસ્લિમ જમાત: કડક પગલાની માંગ

– જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા છે. આટલું જ નહીં, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઘાતકી કૃત્યને ખંભાળિયાના સમસ્ત સુની મુસ્લિમ જમાતના લોકોએ સખત શબ્દોમાં વખોડીને વિરોધ કર્યો છે.  […]

નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫         કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે કારગીલ બંદરથી દરિયાની ખારી રેતી ભરીને કોઈ શખ્સ પસાર થતો હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવેલી વોચમાં નાવદ્રા […]

ખંભાળિયા સહિત દેવભૂમિ જિલ્લાની શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર અર્પણ

– જિલ્લાની 102 શાળાઓને મળ્યો લાભ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવી દિલ્હીની સંસ્થાના સહયોગથી વોટર કુલર અને વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવ્યા છે.        નોયડા (નવી દિલ્હી) સ્થિત વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે જામનગર સંસદીય વિસ્તારમાં […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા વિદેશી નાગરિકો અંગે પોલીસનું વ્યાપક ચેકિંગ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫          પહેલગામ ખાતે તાજેતરમાં કરવામાં આવેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિદેશી નાગરિકો અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લા […]

નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.         અન્ય એક બનાવમાં ગીર સોમનાથ […]

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: રાણાવાવ નિવાસી નટવરલાલ વલ્લભદાસ માખેચા (મનોજ સ્ટુડિયો વાળા) તે મનોજભાઈ, સુનિલભાઈ અને સ્વ. કાજલબેન વિપુલભાઈ ખખ્ખરના પિતાશ્રી તથા સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. હસમુખભાઈ, વજુભાઈ અને સુરેશભાઈના ભાઈ તા. 27 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. 28 મી ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો […]

Back to Top