Headlines

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ

  (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝ દ્વારા આજે “ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા” (ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસર) શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલમાં ડાઉનસ્ટ્રીમ ખર્ચ, ફુગાવો, MSME, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રોકાણ પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસરોને ચકાસવામાં આવી છે. અહેવાલ અનુસાર,…

Read More

શિવરાજપુર બીચ પર નિર્ધારિત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ તથા ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

– શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ – જામ ખંભાળિયા, તા. ૨૬: દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા અને બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે મુજબ શિવરાજપુર બિચ પર બાથીંગ અને સ્વિમિંગ ઝોન તરીકે નક્કી કરાયેલ સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં…

Read More

કલ્યાણપુરમાં ગેરકાયદેસર રેતી સાથેનું ટ્રેકટર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બાતમીના આધારે કલ્યાણપુર નજીકના કારગીલ બંદર પાસેથી ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતી ભરેલું એક ટ્રેક્ટર નીકળતા પોલીસે આ ટ્રેક્ટરના ચાલક મેરામણ પરબત ચાવડા (ઉ.વ. 32, રહે. નાવદ્રા) ને ઝડપી લઇ, આ અંગે ટ્રેક્ટરમાં દરિયાઈ રેતીનું અનધિકૃત…

Read More

ભાણવડના વૃદ્ધને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬          ભાણવડમાં મેવાસા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા શામજીભાઈ મોહનભાઈ કણજારીયા નામના 63 વર્ષના વૃદ્ધને ભાણવડના જુના ભુતવડ પાસે રહેતા રમેશ ઉર્ફે કારૂ ઓઘડભાઈ શીડા નામના શખ્સએ ધારીયું તથા લાકડી લઈને આવી તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી શામજીભાઈ કણજારીયાને પોતાની પાસે રહેલા પરવાના…

Read More

ખંભાળિયામાં ચારણ ગઢવી સંસ્થા દ્વારા શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો

– અમર શાહિદ કુંવર પ્રતાપસિંહની સ્મૃતિમાં દેશભક્તિનું અનેરૂ આયોજન – – સાંસદ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અહીંના ટાઉનહોલ ખાતે દેશભક્તિનો અનેરો અને પ્રેરણાદાયિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.         દાયકાઓ પૂર્વે દેશભક્તિ માટે…

Read More

ખંભાળિયાના છાશ કેન્દ્રમાં આવતીકાલે વધુ એક સેવા પ્રવૃત્તિ

– 165 પરિવારોને હાફુસ કેરી અને પેંડાનું થશે વિતરણ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં સલાયા ગેઈટ પાસે આવેલી ગોવર્ધનનાથજીની જૂની હવેલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભથી અનેક જરૂરિયાતમંદ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને નિયમિત રીતે વિના મૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં આ વિતરણનો લાભ લેતા 165…

Read More

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયામાં બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર કિરીટભાઈ ખેતિયા તથા નવનિયુક્ત કાઉન્સિલર ઋષિરાજ ખેતિયાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે મહાઆરતીના શુભ અવસરે ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અહીંના…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ

– શનિ અને રવિવારે જૂની મહાજન વાડીમાં સંપર્ક કરવો – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ગાડીત પાડા ખાતે આવેલી જૂની લોહાણા મહાજન વાડીમાં આગામી શનિવાર તા….

Read More

ખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી

– ખંભાળિયાના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ભાણવડમાં પ્રિતેશ ડાંગરને જવાબદારી – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટેની આજરોજ યોજાઈ ગયેલી ખાસ બેઠકમાં આ બંને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થવા પામી છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લાના…

Read More

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર -પરિમલ નથવાણી

આજે 25 મે, 2026 નિમિત્તે વિશ્વ ફૂટબોલ દિવસ વિશેષ (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૫: ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ના પ્રયત્નોએ…

Read More