Headlines

દેવભૂમિ દ્વારકામાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

– શોર્ટ સર્કિટથી ભડકેલી જ્વાળાઓએ બીજી કારને પણ લીધી ઝપેટમાં – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક આગની ગંભીર ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના હર્ષદ રોડ પર આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી….

Read More

કઠોળમાં આત્મનિર્ભરતા મિશન: પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ માટે ઓનલાઇન અરજી અંગે યાદી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬          ભારત સરકાર દ્વારા કઠોળના ઉત્પાદન અને પ્રોસેસિંગને વેગ આપવા માટે “કઠોળમાં આત્મનિર્ભરતા મિશન” કાર્યરત કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ પલ્સ પ્રોસેસિંગ યુનિટ્સ ઘટકની અંતર્ગત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો, સહકારી મંડળીઓ અને લાયક લાભાર્થીઓ માટે આઇ-ખેડુત ૨.૦…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

– અફવાઓથી દૂર રહી સંગ્રહખોરી ન કરવા તંત્રનો અનુરોધ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬            દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તાજેતરમાં ફેલાયેલી વિવિધ પ્રકારની અફવાઓ પ્રસારિત થઈ રહી હોવાનું તથા પેનિક બાયિંગ (Panick Buying) થવાના કિસ્સાઓ જિલ્લા વહીવટીતંત્રના ધ્યાન પર આવ્યા છે. આ અંગે દેવભૂમિ…

Read More

ભાણવડમાં રેટા કાલાવડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

– એકત્ર થયેલું 56 બોટલ રક્ત સેવા માટે અર્પણ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬     ભાણવડના રેટા કાલાવડ ગામે તાજેતરમાં પિપરોતર પરિવાર દ્વારા યોજાયેલી ભાગવત સપ્તાહ પ્રસંગે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રાખવામાં આવેલા રકતદાન કેમ્પમાં 56 યુનિટ રજત એકત્ર થયું હતું. રક્તદાનની આ સેવામાં ગામના મહિલાઓ પણ મોખરે રહ્યા હતા અને “રક્તદાન એ જ…

Read More

ભાણવડના મોખાણા ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત વિશેષ સેવા કેમ્પ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬        ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તેમજ ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત ભાણવડ તાલુકાના મોખાણા ખાતે વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નજીકના ગામોના અનેક લાભાર્થીઓએ પોતાના ગામ નજીક જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી તથા અરજીની સેવાઓ મેળવી હતી.    …

Read More

ઓખા મઢીનો શખ્સ રૂ. 1.02 કરોડના ચરસના જથ્થા સાથે ઝડપાયો

– સ્થાનિક પોલીસે 2 કિલો જેટલો ચરસ કબજે કર્યો – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬      દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસે આજરોજ કરેલી કાર્યવાહીમાં ઓખા મઢી વિસ્તારમાં રહેતા એક શખ્સને રૂપિયા 1.02 કરોડની કિંમતના 2 કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી લીધો હતો.         આ સમગ્ર પ્રકરણની સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ…

Read More

કૂવો ગાળતા નીચે પટકાયેલા શિવા ગામના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬      ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા આશિષભાઈ પરબતભાઈ રાવલિયા નામના 29 વર્ષના યુવાન ગઈકાલે શુક્રવારે બપોરના સમયે તેમની ખેતીની જમીનમાં આવેલો કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. રસ્સાની મદદથી તેઓ કુવાની અંદર ઉતર્યા બાદ ચઢતી વખતે તેમના હાથમાંથી રસ્સો છૂટી જતા તેઓ યુવાની અંદર પટકાઈ પડ્યા હતા. જેથી કુવામાં રહેલી…

Read More

ખંભાળિયા: પીવાના પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના દૂષિત પાણીના પ્રશ્નનું મહદ અંશે નિરાકરણ આવી ગયું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં પાણીની બચત કરવા પાલિકા તંત્ર દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.        ખંભાળિયા નગરપાલિકા દ્વારા એક યાદી બહાર પાડીને જણાવાયું છે કે શહેરમાં પીળાશ પડતા પાણી અંગેના પ્રશ્નનું હાલ…

Read More

અનોખી ઉજવણી… રઘુવંશી દંપતિએ જલારામ બાપાના સાનિધ્યમાં ઉજવી લગ્નની સિલ્વર જયુબેલી

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      ખંભાળિયાના મૂળ રહીશ એવા એક રઘુવંશી દંપતીના લગ્નને 25 વર્ષ થતાં તેમણે ખોટા ભપકાના બદલે જલારામ બાપાના મંદિરે ધ્વજારોહણ કરી અને 25 મી વર્ષગાંઠ ઉજવી હતી.         ખંભાળિયાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે સ્થાયી થયેલા વિજયભાઈ થોભાણી તથા શ્રીમતી રીતુબેન થોભાણીના લગ્નને 25 વર્ષ પૂર્ણ…

Read More