દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર
– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં…
