Headlines

રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ

રંઘોળા બુધવાર તા.૨૬-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પાઠાત્મક મહારુદ્ર અને હોમાત્મક મહારુદ્ર દ્વારા પૂજન વંદના થઈ. શિવજીનાં દર્શન પૂજનમાં રંઘોળા સહિત આસપાસનાં ગામોમાંથી ભાવિકો લાભ લેતાં રહ્યાં છે.

Read More

શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૧-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય તથા 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા,…

Read More

દ્વારકા, ભાણવડમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય જનતા સાથે કાર્યકરોને અપાયો: સલાયામાં કોંગ્રેસના જનમત ઘટાડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય…

Read More

કેલિફોર્નિયા ખાતે આગમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવાવૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં ફેલાયેલી ભયાનક આગ. લોસ એન્જેલસ થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક જંગલોમાં અનેક જગ્યાઓ પર ભયાનક આગ લાગી હતી અને હજારો એકર જમીનમાં વ્રુક્ષો અને માનવ જીવનને મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આગને કારણે હજારો લોકો બેઘર બન્યા છે…

Read More

વલસાડના પીંડવળ ગામે લોકભારતી મહાવિદ્યાલયનો અનોખો શિબિર સંપન્ન

મૂકેશ પંડિત, પિડવડ લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના પ્રતિ વર્ષ પ્રાંગણ બહારના કાર્યક્રમો પૈકી પ્રથમ વર્ષ બીઆરએસના વંચિત વિસ્તાર અભ્યાસ શિબિર ભાગરૂપે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર વર્ષે યોજાતી રહી છે. આ વર્ષ આ શૈક્ષણીક શિબિર તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૨૬/૦૨/૨૦૨૫ દરમિયાન પિંડવળ જી. વલસાડ ખાતે યોજાયો છે. શિબિરમાં કુલ ૧૯ બહેનો અને ૪૯ ભાઈઓ તથા ૩ કાર્યકરો પ્રત્યક્ષ રીતે…

Read More

નવા રતનપર બેઠક પર ભારે મતદાન: ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ

ભાવનગર તાલુકા પંચાયતની હાઈપ્રોફાઈલ સીટ પર 70% થી વધુ મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે બેઠક પર સમગ્ર જિલ્લાની નજર ટકેલી હતી, તેવી ભાવનગર તાલુકા પંચાયતની નવા રતનપર બેઠક પર ગઈકાલે ભારે ઉત્સાહ વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. આ બેઠક પર રેકોર્ડબ્રેક 70% થી વધુ મતદાન નોંધાયું છે. ​ભારતીય…

Read More

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

નવા રતનપરમાં ભ્રષ્ટાચારનો ભોંયરો: પૂર્વ સરપંચ ગૌતમ બારૈયા બાદ હવે કાર્યકારી સરપંચ ધર્મેશ બારૈયાની મુશ્કેલીઓનો દોર શરૂ: પૂર્વ સરપંચ ગૌતમને ઉડાડનાર સભ્યોમાંથી 3 ગેરલાયક સભ્યો પણ ઉડે તેવી સંભાવના

દાગી સભ્યો પર કાર્યવાહી કરવી કે તેમને બચાવવા? ધર્મેશ બારૈયા સામે રાજકીય ધર્મનિભાવવાનો મોટો પડકાર ભાવનગર:ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ભ્રષ્ટાચારના જે મૂળિયાં નંખાયા હતા, તે હવે સત્તાના સમીકરણો બદલાવાની સાથે જ પોલા સાબિત થઈ રહ્યા છે. પૂર્વ સરપંચ ગૌતમ બારૈયાએ વિકાસના નામે જે રીતે ભ્રષ્ટાચારની જાળ બિછાવી હતી અને સારા કોંક્રિટના રોડ પર બ્લોક…

Read More

જેમણે ભારતભરનાં તીર્થસ્થાનોનો કર્યો હતો પુનરુદ્ધાર, જેમના પ્રયાસોથી આજના કાશી વિશ્વનાથ મંદિરનું થયું હતું પુનર્નિર્માણ: જાણો મહારાણી અહિલ્યાબાઈ હોલકર વિશે

નિમેશ ગોંડલિયા, પોરબંદર ભારતના પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી શાસકોમાં અહિલ્યાબાઈ હોલકરનું નામ મોખરે લેવામાં આવે. તેમણે જીવનકાળ અને શાસનકાળ દરમિયાન ધર્મની જાગૃતિ માટે ખૂબ કામ કર્યું. એ પણ એવા સમયે, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી અહિલ્યાબાઈ કાશી વિશ્વનાથકાશી વિશ્વનાથ મંદિરનાં નિર્માતા અહિલ્યાબાઈ હોલકર અહીં સનાતન સભ્યતા આદિ-અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. આટલાં આક્રમણો થયાં,…

Read More

ભાવનગર અક્ષરવાડી ખાતે શહેરના મહાનુભાવો અને મીડિયા પરિવારનું સંમેલન યોજાયું 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨                  આગામી તા. ૨ એપ્રિલનાં રોજ BAPS   વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર  પધારી રહ્યા છે. ૮ વર્ષનાં લાંબા અંતરાલ બાદ સ્વામીશ્રી ભાવનગર ખાતે પધારી રહ્યા હોય સંતો, હરિભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે. અને ભાવનગર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર,…

Read More