ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવ અને ગરમીનો પ્રકોપ
ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં ઉનાળાની ઋતુ તેના પ્રચંડ સ્વરૂપમાં જોવા મળી રહી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજધાની દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિતના વિવિધ રાજ્યોમાં સૂર્યદેવતા આકરી ગરમી વરસાવી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે,…
ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો
ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા, ધારાસભ્ય ભાવનગર (પૂર્વ) સેજલબેન રાજીવકુમાર પંડયા તથા મેયર ભાવનગર મહાનગર પાલિકા ભરતભાઈ બારડની ઉપસ્થિતીમાં 13 ફેબ્રુઆરી, 2025 (ગુરુવાર) ના રોજ ભાવનગર-હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272) નો શુભારંભ કરવામાં આવ્યો. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નં. 19271 ભાવનગર –…
સિહોરમાં દિવ્યાંગો માટે સંત સુરદાસ સહાય યોજના અંતર્ગત હયાતીની ખરાઈ માટે વિશેષ કેમ્પનું આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, સિહોર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં દિવ્યાંગો માટે સરકાર તરફથી ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સતત મળતો રહે તે દિશામાં એક મહત્વપૂર્ણ સામાજિક કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા અમલીકૃત સંત સુરદાસ સહાય યોજના હેઠળ લાભ મેળવતા સિહોરના દિવ્યાંગ ભાઈ-બહેનો માટે આગામી સમયમાં પેન્શન પ્રક્રિયાને અવરોધ વિના ચાલુ રાખવા…
ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ
– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬ સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ…
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની કિંમત રીતે થઇ ગુજરાતની સૌથી અનોખી ઉજવણી?
– જિલ્લાના દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજને સલામી આપી – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ તથા ભારતીય નૌકાદળના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના અતિ દુર્ગમ અને દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. …
ભાવનગર અને અલંગમાં રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સનો પ્રારંભ: તાલીમાર્થીઓને સ્ટાઈપન્ડ પણ મળશે
ધ ગ્રેટ વર્લ્ડ, અલંગ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર અને સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીના સહયોગથી જિલ્લાના યુવાનો માટે રોજગારીલક્ષી સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. માનવ સેવાની સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા ૧૦ પાસ ઉમેદવારો માટે ભાવનગર અને અલંગ ખાતે વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ…
ખંભાળિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાઈ ‘રન ફોર યુનિટી’
– કલેકટર, ડી.ડી.ઓ., એસ.પી સહિત મહાનુભાવોએ લીલીઝંડી આપી – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખંભાળિયા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં પ્રાંત કચેરીથી જિલ્લા કલેકટર…
ભાવનગર રેલ્વેની ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરાવવામાં આવ્યા
શંભુ સિંહ, ભાવનગર ટિકિટ બુકિંગ 30 ડિસેમ્બર (મંગળવાર)થી શરૂ થશેપશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર મંડલના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી ભાવનગર–બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09207 બાન્દ્રા ટર્મિનસ–ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર, 2025…
પોરબંદરની ગોઢાણિયા મહિલા કોલેજનું બી.એસસી. હોમ સાયન્સમાં ૧૦૦ ટકા પરિણામ: કોલેજની વિદ્યાર્થીનીઓએ મેળવી ઝળહળતી સિદ્ધિ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એસસી. હોમ સાયન્સ સેમેસ્ટર ૬નું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં પોરબંદરની ડો. વિરમભાઈ રાજભાઈ ગોઢાણિયા મહિલા કોલેજનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીનીઓમાં પ્રથમ ક્રમે સોલંકી નિશાએ ૮૨.૭૨ ટકા, બીજા ક્રમે મોઢવાડિયા દિશાએ ૭૬.૩૬ ટકા અને તૃતીય ક્રમે વાંદરિયા મહેકે…
