Headlines

ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નર્મદાના પાણીનું મોટું કૌભાંડ: ગ્રામજનો તરસ્યા અને બહારના તત્વોને પાણી વેચાતું હોવાની વ્યાપક ફરિયાદ

નવા રતનપર, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાંથી એક ચોંકાવનારો અને સ્થાનિક વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો સામે આવ્યો છે. એક તરફ સમગ્ર ગામ છેલ્લા કેટલાય સમયથી પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે અને લોકોને અનિયમિત રીતે પાણી મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગામનું જ પાણી બહારના તત્વોને ગેરકાયદેસર રીતે વેચવામાં આવી…

Read More

દ્વારકાના કુરંગા તથા ઓખા મઢી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૧૩: દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આગામી તારીખ 8 ઓગસ્ટ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી, ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતી માટે તેમના પ્રવેશને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે…

Read More

ખંભાળિયા મહાજનની ખાસ બેઠક યોજાઈ: નવા ટ્રસ્ટીઓની નિમણૂંક

– નવા ટ્રસ્ટીઓને જ્ઞાતિજનો દ્વારા આવકાર – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬    શ્રી ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ગતરાત્રે નવા ટ્રસ્ટીઓની નિમણૂંક અર્થે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજનના વર્તમાન ટ્રસ્ટી પ્રતાપભાઈ દત્તાણીની અધ્યક્ષતામાં યોજાઈ ગયેલી આ મિટિંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો તથા…

Read More

યાત્રાધામ દ્વારકામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તોની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય

– સાંજના સમયમાં ત્રણ દિવસ સુધી દર્શનમાં એક કલાકનો વધારો – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬       દ્વારકામાં પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગતમંદિર વહીવટ તંત્ર તથા પૂજારી પરિવાર દ્વારા ભક્તોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.      …

Read More

દેવળીયાના યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬        કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા મેરામણભાઈ ચનાભાઈ માડમ નામના 42 વર્ષના યુવાન ગુરુવારે રાત્રિના સમયે ગામની ગૌશાળા ખાતે સુવા ગયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રાજુભાઈ ચનાભાઈ માડમએ કલ્યાણપુર પોલીસને કરી છે.  _____________________________________________________________________________ પરવાનગી વગર…

Read More

ખંભાળિયા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       ખંભાળિયાના રહીશ અમિતકુમાર વિજયકુમાર ચોપડાએ અહીંની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી ભાવેશ પ્રવીણચંદ્ર મહેતા વિરુદ્ધ ચેક રિટર્ન સંદર્ભે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ કરી હતી.       આ અંગેનો ફોજદારી કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જે.જી. સોલંકી સમક્ષ ચાલી જતા આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન…

Read More

વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા ખંભાળિયામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

– ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬      ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના પ્રથમ હરોળના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા સ્થળોએ યોજવામાં આવેલા સામાજિક તેમજ ધાર્મિક…

Read More

ખંભાળિયામાં આંગણવાડી વર્કર મહિલા તથા પિતા પર હુમલો: મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા અમૃતબેન કારાભાઈ પારીયા નામના 26 વર્ષના મહિલા તથા તેણીના પિતા કારાભાઈને આ જ વિસ્તારમાં રહેતા રાણાભાઈ ગોરડીયા, ભરતભાઈ ગોરડીયા અને ગોપાલ રમેશભાઈ ગોરડીયાએ કોઈ કારણોસર લાકડી તથા બાવળના લાકડા વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો ભાંડી હતી….

Read More

દ્વારકામાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના કાર્યકાળની ભવ્ય ઉજવણી

– સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રિવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સફળ 12 વર્ષ પૂર્ણ થતા દ્વારકા ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન…

Read More

સલાયામાં અનઅધિકૃત રીતે ખનન કરેલી રેતીનો જથ્થો ઝડપાયો

– રૂ. 4.32 લાખની કિંમતની 216 ટન રેતી કબજે: એસઓજી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ રેતી ચોરી સામે પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસે સલાયા વિસ્તારમાંથી એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર કરીને રાખેલી રૂપિયા 4.32 લાખની કિંમતની અંદાજિત…

Read More