ભાવનગર ભાવનગરમાં તારીખ ૦૫-૦૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે કુંભારવાડા, બાનુબેનની વાડી, શેરી નં- ૫ ખાતે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ […]
Tag: BHAVNAGAR
પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે
પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના […]
નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં સૌથી વધુ 17 મેડલ મેળવતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો: શાળાના આચાર્ય બી. એ.વાળાએ પણ 3 મેડલ મેળવ્યા
હરેશ જોષી, પાલીતાણાપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શેત્રુંજી નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ,ભાવનગર ખાતે બે દિવસ સુધી યોજાયેલ જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ નવ ગોલ્ડ મેડલ અને પાંચ સિલ્વર મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. […]
ભાવનગર ખાતે રક્તપિત કોલોનીમાં ધાબળા વિતરણ કરતા રામકૃષ્ણ શાસ્ત્રી
હરેશ જોષી, ભાવનગર ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ મહાત્મા ગાંધી કોલોની ખાતે લોકસાધુ પૂ. રામકૃષ્ણ શાસ્ત્રી કૂંઢેલીવાળા હસ્તે પીડિતોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.આછવણી સ્થિત ઓમકારેશ્વર મહાદેવના ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા દ્વારા દાન આપવામાં આવ્યું હતું.આ સેવા કાર્યમાં પાર્થભાઈ જોશી, કાર્યકર રમેશભાઈ સોની વગેરે સાથે રહ્યા હતા.
બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના વિદ્યાર્થીની ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં ગૌરવપૂર્ણ જીત
હરેશ જોષી, બગદાણા મહુવા ખાતે “ખેલ મહાકુંભ 3.0” અંતર્ગત યોજાયેલી ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના ધોરણ પાંચના પ્રતિભાશાળી વિદ્યાર્થી જસ હાર્દિકભાઈ મહેતાએ પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું તથા સમગ્ર બગદાણા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા મહુવા ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના અનેક ચેસ ખેલાડીઓએ […]
નડિયાદ: સંતરામ મંદિર ખાતે રામકથાનો શુભારંભ
ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય બાપુ દ્વારા આ છઠ્ઠી રામકથા યોજાઈ રહી છે. એમણે અનેક જાણીતા સંતો મહંતો ગાદીપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં માનસ યોગીરાજ વિષય હેઠળ રામકથાનો પ્રારંભ કરાવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો
નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હરેશ જોષી, કેનેડાકેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કેનેડામાં […]
જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સાત મેડલ મેળવતી કેજીબીવી શેત્રુંજી ડેમની બહેનો
હરેશ જોષી, પાલિતાણાપાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ મુકામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બહેનોએ મહુવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા સાત મેડલ મેળવ્યા છે જેમાં અંડર -૧૭ માં સોલંકી તન્વીબેન કવાડ રીંગ ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર બંનેમાં પ્રથમ નંબર મેળવેલ છે અને રાઠોડ પાયલબેન ક્વાડ રીંગ ૧૦૦૦ મીટર અને ૫૦૦ મીટર […]
નડિયાદ ખાતે આરંભાશે પૂજ્ય મોરારીબાપુની રામકથા
હરેશ જોષી, નડિયાદ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે […]
હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન(19272)ના સંચાલનના સમયમાં આંશિક ફેરફાર
ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે, પશ્ચિમ રેલ્વેએ 5 ફેબ્રુઆરી, 2025 થી ભાવનગર ડિવિઝન થઇને ચાલતી હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19272)ના આગમન/પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 5 ફેબ્રુઆરી, 2025થી ભાવનગર ડિવિઝન થઈને દોડતી ઉપરોક્ત ટ્રેનના બદલાયેલા સમયનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે: 05.02.2025 થી, […]
