Monday July 28, 2025

કલ્યાણપુરમાં મામલતદાર દ્વારા ગાડામાર્ગમાં ગેરકાયદેસર દબાણ કરનાર વિરુધ્ધ મનાઇ હુકમ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જુના રે.સર્વે.નં. 123 તથા નવા 43 વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટેનો ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી થઈને ઉતર દીશા તરફે ફુલકુ નદી ઉપર પુર્વ-પશ્ચીમ આવેલ બેઠા પુલની દક્ષિણ દીશા તરફ આવેલી સરકારી ખરાબામાંથી થઇને આ ખેતીની જમીનના પશ્ચીમ સેઢા ઉપરથી થઈને આ ખેતીની જમીનમાં અવર-જવર […]

પુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરૂ કરાયું

– સમુદ્રમાં ગરકાવ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રયાસો –  કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫       આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરૂપે […]

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      મધ્યપ્રદેશના ઉજજૈનના નિવાસી અને હાલમાં કર્ણાટક રાજયના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું અને શ્રીજીની પાદૂકાનું પૂજન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મીડીયા સાથેની વાતચીતમાં ગેહલોતે જણાવ્યું હતું કે તેઓ અગાઉ બે વખત દ્વારકાધીશના દર્શન કરી ચૂકયા છે અને […]

ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે […]

સ્વસ્થ ધરા, ખેત હરા’: ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, આ યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય

ગુજરાતમાં 20 સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી તેમજ ગ્રામ્ય સ્તરે 27 ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત 2023-24માં SHC પોર્ટલના આધારે 1,78,634 માટીના નમૂના એકત્રિત, જેમાંથી 1,78,286 નમૂનાઓનું વિશ્લેષણ ‘સોઇલ હેલ્થ કાર્ડ યોજનાએ ખાતરનો ખર્ચ ઘટાડવામાં મદદ કરી અને અમને પહેલાં કરતા વધુ સારી ઉપજ મળી’- ખેડૂત લાભાર્થી ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને […]

ગુજરાતમાં ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત૧.૧૬ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય અપાઈ

ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયા રાજ્યના ઉદ્યમી અને મહેનતું કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના” થકી તેમને ઓજારો-સાધનો આપવામાં આવે છે. જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા વ્યક્તિઓ-કારીગરોને આ […]

પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના સભ્યોની મુલાકાતે કાંધલ જાડેજા

રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી મિત્રોને મળવા પહોંચેલા ધારાસભ્ય કાંધલ જાડેજા પોરબંદરસમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ ૨ણનીતીઓ ખોટી પાડીને અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો ૨હેલો હોય ત્યારે માત્ર રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ રહેલ છે. અને ભાજપ ના વિજય ૨થને પોતાની આગવી સુઝ, આવડત અને રાજકીય ચોકઠા ગોઠવવાની કાબેલીયત ના જોરે […]

બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા

– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન […]

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે મેગા નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        જાણીતા દાતા અરવિંદભાઈ શાહ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 ફેબ્રુઆરીથી બિનચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. 20 થી 31 માર્ચ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં 30 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લક પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ […]

Back to Top