Headlines

વરતેજ રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના કેસમાં ચાર આરોપીઓ દોષિત ઠર્યા, રેલવે અદાલતે ફટકાર્યો ચાલીસ હજાર રૂપિયાનો દંડ

શંભુ સિંહ, ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી ઓઈલની ચોરી કરવાના ચકચારી કેસમાં કાયદાકીય પ્રક્રિયાના અંતે મોટો ચુકાદો સામે આવ્યો છે. વરતેજ સ્ટેશન પર ઊભેલા એક રેલવે ડીઝલ એન્જિનમાંથી અંદાજે ૧૫૦ લીટર જેટલા ડીઝલની ચોરી થયાના આ ગંભીર કેસમાં રેલવે સુરક્ષા બળ એટલે કે આરપીએફ ભાવનગર દ્વારા…

Read More

વસ્તી ગણતરીની ડિજિટલ પ્રક્રિયામાં જોડાવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાનો નાગરિકોને અનુરોધ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારી જનગણના ૨૦૨૭ દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક અત્યંત પ્રગતિશીલ અને મહત્વપૂર્ણ કડી સાબિત થવાની છે. દેશની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને સમજવા માટે આ પ્રક્રિયા ખૂબ જ અનિવાર્ય છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી વસ્તી ગણતરીની સ્વ-ગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન…

Read More

ગરમીનો પારો એક ડિગ્રી ઘટવા છતાં અસહ્ય બફારા અને લૂનું જોર યથાવત

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મહત્તમ તાપમાનમાં સહેજ એટલે કે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં નાગરિકોને ગરમીમાંથી કોઈ મોટી રાહત મળી નથી. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયો હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી રહ્યું હતું. તાપમાનનો પારો થોડો નીચે આવવા છતાં હવામાં ભેજનું પ્રમાણ…

Read More

માણેકવાડી વિસ્તારમાં અશાંતધારાનો સરેઆમ ભંગ: સક્ષમ મંજૂરી વિના ફ્લેટનો સોદો કરી કબ્જો સોંપાતા ગુનો દાખલ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગરના પોશ ગણાતા માણેકવાડી વિસ્તારમાં અશાંતધારા (The Disturbed Areas Act) ના કાયદાનો સરેઆમ ભંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અથવા સક્ષમ સત્તાધિકારીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ એક વૈભવી ફ્લેટનો કરોડોનો સોદો કરી દેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે તેનો કબ્જો પણ સોંપી દેવાયો હતો. આ…

Read More

ભાવનગર મહાનગરપાલિકાને આગામી ૨૮ મેના રોજ મળશે નવા મેયર: સત્તાધારી પક્ષમાં ગરમાવો

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર મહાનગરપાલિકાના રાજકીય વર્તુળોમાં હાલ પ્રચંડ ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી ૨૮ મેના રોજ ભાવનગરને નવા મેયર મળવા જઈ રહ્યા છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત કુલ ૧૨ સભ્યોની નવી સમિતિની પણ સત્તાવાર નિમણૂંક કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ એક…

Read More

ખડસલિયા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ અને રામાપીર બાપાના આખ્યાનનું ભવ્ય આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામમાં રામજી મંદિરના લાભાર્થે સમસ્ત ગ્રામજનો દ્વારા એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા અને રામાપીર બાપાનું પાંચ દિવસનું સમાધિ આખ્યાન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમ વિક્રમ સંવત ૨૦૮૨ ના જેઠ સુદ બીજ સોમવાર, તારીખ ૧૮ મે ૨૦૨૬ થી શરૂ થઈને…

Read More

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ટ્રેનમાં મુસાફરી કરી જાહેર પરિવહનનો આપ્યો સંદેશ: વડાપ્રધાનની અપીલને આવકારી દિલ્હી અને લખનૌ ખાતેની બેઠકમાં જવા રેલવે પ્રવાસ પસંદ કર્યો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે કરવામાં આવેલી અપીલને આવકારી પોરબંદર જિલ્લાના પ્રભારી તથા ગુજરાત રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ટ્રેન દ્વારા મુસાફરી કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશના…

Read More

ધ ગ્રેટ વર્લ્ડ ઈમ્પેક્ટ: નવા રતનપરમાં શક્તિનંદન કન્સ્ટ્રક્શનનો ભ્રષ્ટાચાર ઉજાગર થતાં જ સરપંચ ગૌતમ બારૈયા એક્શન મોડ પર : કાયદેસરના પગલાં લેશે સરપંચ

​₹19.66 લાખના નાળાના કામમાં લાલિયાવાડી કરનાર ભાવનગરની ‘શ્રી શક્તિનંદન કન્સ્ટ્રક્શન’ સામે જનઆક્રોશ: સરપંચ વિરોધીઓની ખટપટો વચ્ચે પ્રજાના હિત માટે ગૌતમ બારૈયા મેદાનમાં, ભાવનગર જિલ્લાના તમામ સરકારી કામોની સામૂહિક તપાસની ઉઠતી માંગ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર/નવા રતનપર [special report with DSS video inputs] ‘ધ ગ્રેટ વર્લ્ડ’ ન્યૂઝ પોર્ટલ પર “નવા રતનપરમાં નવો ભ્રષ્ટાચાર! ₹19.66 લાખનું નાળું…

Read More

શું બોલવું તેના કરતાં શું ન બોલવું તે વધારે મહત્વનું છે: પત્રકાર જગદીશ મહેતા

સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા અનિવાર્ય હોવાનું જણાવતા મોરારિબાપુ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા ધોળા ગામે કનુબાપુ બાદલ પરિવાર દ્વારા મણિમા, જીવરામબાપુ તથા લીલાબાના સ્મરણાર્થે બે દિવસીય વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર અને સોમવાર દરમિયાન યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં દ્વારકા…

Read More

દેશ આર્થિક કટોકટીમાં છે ત્યારે નેતાઓ, અધિકારીઓને અપાતી વિશેષ સુવિધાઓ બંધ કરો: એડવોકેટ ભનુ ઓડેદરાએ વડાપ્રધાનને પત્ર લખ્યો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​દેશ અને રાજ્યમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની પેટ્રોલિયમ વસ્તુઓની અછત તેમજ વધતા જતા ભાવોના કારણે ઊભી થયેલી આર્થિક કટોકટી વચ્ચે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદરના એડવોકેટ અને નોટરી ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી…

Read More