રાજ્યના બજેટમાં દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાને અપગ્રેડ કરવાની જોગવાઈ
ખંભાળિયા પાલિકા એ ગ્રેડની, દ્વારકા બી ગ્રેડની બનશે જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે ગુરુવારે રજૂ કરેલા રાજ્યના અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓની અપગ્રેડ કરવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતના પગલે આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે. …
