સલાયાના ત્રણ ચોપડી પાસ ભેજાબાજે આચરી નવતર ઠગાઈ: ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, અનેક પાસેથી નાણાં ખંખેર્યા – સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત: ત્રણ સીમકાર્ડ કબજે – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક માછીમાર શખ્સ દ્વારા જુદા જુદા દુકાનદારો, વેપારીઓને ફોન કરી અને પોતાને પોલીસની […]
Author: Naran Baraiya
ભોપલકા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે […]
ભાવનગરમાં સીદસર રોડ પર કાઠીયાવાડી સ્વાદના માણીગરો માટે નવું ફૂડ સ્ટેશન “બાપાનો થાળ”
કોઈ જ નુકસાનકારક મસાલા વગર લોકોને મળશે શુદ્ધ સાત્વિક અસલ કાઠીયાવાડી ભોજન પ્રકાશ જાની ભાવનગરભાવનગરના સીદસર રોડ પર આવેલ હિલપાર્કમાં જાણીતા સામાજિક યુવા અગ્રણી પ્રકાશભાઈ જાનીના નવા વેન્ચર “બાપાનો થાળ”નો રામનવમીના રોજ પ્રારંભ થયો હતો. “બાપાનો થાળ” એક એવી હોટલ છે અથવા તો એક એવું ફૂડ સ્ટેશન છે કે જે સ્વાદના શોખીનોને એક અનોખી દુનિયામાં […]
મંગલ પરિણય: નવા રતનપર : કંટારીયા પરિવાર : ચિ. ઋત્વિક કુમાર @ ચિ શીતલ ગૌરી
નવારતનપર, તા.17 નવારતનપર નિવાસી નાનુભાઈ સુખાભાઈ કંટારીયાના પુત્ર દિનેશભાઈ કંટારીયા (બ્રાન્ચ પોસ્ટ માસ્તર)ના પુત્ર ઋત્વિક કંટારીયાના શુભ લગ્ન 18ના રોજ નિર્ધારેલ છે. અ. સૌ. હંસાબેન દિનેશભાઈ કંટારિયાના પુત્ર ઋત્વિકના લગ્ન ગૌશાળા નિવાસી ગવુબેન રામજીભાઈ જેઠવાની સુપુત્રી શીતલ ગૌરી સાથે સપ્તપદીની વિધિ સાથે પરંપરાગત રીતે ઘોઘા રોડ ગૌશાળા પ્લોટ નંબર 108, ભાવનગર ખાતે થશે. ચિ. ઋત્વિકને […]
રોહિત શાહ : પોલિટિશિયનના હાથે સન્માન !?
મને સન્માન મળવું જોઈએ એવી કોઈ અપેક્ષા નથી એ સાચું, પણ સન્માન મળે એ મને ગમે છે, ખૂબ ગમે છે. જોકે મને કોઈ પોલિટિશિયનના હાથે સન્માન મળે એ બિલકુલ ગમતું નથી.મેં એવા ઘણા સમારોહ જોયા છે, જેમાં કોઈ પોલિટિશિયનના હાથે કોઈ વ્યક્તિનું સન્માન થવાનું હોય, ત્યારે પેલી સન્માનિત વ્યક્તિ કરતાં પેલા પોલિટિશિયનને વિશેષ મહત્ત્વ આપવામાં […]
ભાણવડના મોડપર ખાતે સોમવારે કોટેચા પરિવારનો હવન
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે બિરાજમાન કોટેચા પરિવારના પૂજ્ય વાછરા ડાડાના વાર્ષિક યજ્ઞનું આયોજન આગામી સોમવાર, તા. 21 ને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ મોડપર ગામમાં વાછરા ડાડાના યોજવામાં આવેલા આ ભવ્ય યજ્ઞના પાવન પ્રસંગે કોટેચા પરિવારના […]
ખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે શુક્રવારથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
– એનિમલ ચેરીટેબલ તેમજ આઈ બેલી ગ્રુપ દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આઈ બેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર તારીખ 18 થી તા. 24 એપ્રિલ સુધી ખંભાળિયા – જામનગર હાઈવે પર શ્રી આઈ બેલી આવળ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં […]
કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજાએ પાવડાથી કરી કાકાની ઘાતકી હત્યા: ભત્રીજાની ધરપકડ
– અગાઉના મન દુઃખના કારણે કૌટુંબીક ભત્રીજાએ કાકાની નીપજાવી હત્યા – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ કુટુંબી એવા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ […]
કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. આ ચકચારી બનાવની વિગત […]
ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા આજરોજ સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન અને મકાનના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત અહીં અનધિકૃત રીતે બનાવવામાં આવેલી 2 જેટી, […]
