વિપુલ હિરાણી, ભાવનગર તા.૬સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા શહેર ભાજપ ના નવ નિયુક્ત અધ્યક્ષ કુમારભાઈ શાહ સાથે મિટિંગ યોજાય હતી. જેમાં આગેવાનોએ પ્રમુખ ને બુકે આપી શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી કાર્યક્રમમાં સમસ્ત વાળંદ સમાજના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડ, પ્રમુખ પરેશભાઈ ચૌહાણ, સિનિયર જ્ઞાતિ અગ્રણી રાજુભાઈ પરમાર, […]
Author: Naran Baraiya
રામનવમીના પવિત્ર પર્વે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ધર્મલાભ લેતા પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) રામનવમીના પવિત્ર દિને અમદાવાદ નગરના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીએ દર્શનનો અનેરો લ્હાવો મેળવ્યો. આ અંગે શ્રી પરિમલભાઈએ જણાવ્યું હતું કે મારી આસ્થાના કેન્દ્રસ્થાને રહેલા ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલભદ્રજી તથા […]
દેશના સૌથી ધનાટ્ય પરિવારના પુત્ર અનંત અંબાણીએ દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન કરી
– દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં – શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા જામ ખંભાળિયા, તા. ૦૬-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાટ્ય પરિવાર મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની […]
સલાયામાં ધામધૂમપૂર્વક ઉજવાયો શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસ
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પરમાર પરિવાર (વાણંદ સમાજ) દ્વારા સલાયા ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે શનિવારે શ્રી લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોરણીઓને જમાડવામાં આવી હતી. સાથે માતાજીના નૈવેદ્ય ધરી, માતાજીની પૂજા તથા સ્તુતિ કરાઈ હતી. આ પ્રસંગે સલાયા શહેર […]
ખંભાળિયાની પ્રેસિડેન્ટ સ્કૂલમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ”માં ભગવાન રઘુનંદન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓએ ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષમણજી અને હનુમાનજીના […]
ખંભાતની પ્રાણજીવન શાહ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો
હરેશ જોષી, ખંભાત ખંભાત તાલુકાની પ્રાણ જીવન શાહ પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરેલ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો.જેમાં મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.પ્રાર્થના બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા. વિદ્યાર્થી વૈશાલી બારૈયાએ પોતાના અભ્યાસિક અનુભવ વાગોળ્યા હતા.વિદાય લઇ રહેલા બાળકોએ શાળાને સ્મૃતિ ભેટ અર્પણ કરી.આ પ્રસંગે પે સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડા […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: ગુર્જર સુતાર સ્વ. ઘેલાભાઈ વશરામભાઈ દુધૈયાના ધર્મ પત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ. 88) તે પ્રકાશભાઈ, શરદભાઈ, અનિલભાઈ તેમજ જોસનાબેન શૈલેષકુમાર વઘાડિયા (રાજકોટ) અને ભારતીબેન ભરતકુમાર ભારદીયા (રાજકોટ)ના માતુશ્રી તેમજ વર્ષાબેન, ધારાબેન અને રિયાબેનના સાસુ તેમજ રૂમિત, હેમલ, રામ, શ્યામ, જ્યોતિબેન, મીરાબેન અને પૂજાબેનના દાદીમાં તથા સ્વ. લાલજીભાઈ મનજીભાઈ ગોરેચા (સોડસલા […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શનિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન
– ખંભાળિયામાં ટાઉનહોલ અને દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે કરી શકાશે રક્તદાન – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થેલેસેમિયા સહિતના રક્તની જરૂરિયાતવાળા લોકોને સહાયભૂત થવાના ઉમદા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ […]
દ્વારકા નજીક કારની ઠોકરે બાઈક ચાલકનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫ દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર વરવાળા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી જી.જે. 37 એચ. 9077 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ધનાભાઈ નાયાભાઈ રાઠોડના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી અર્ટિગા કાર નંબર જીજે 23 સી.સી. 6398 ના ચાલકે ધનાભાઈના મોટરસાયકલને પાછળથી ધડાકાભેર ટક્કર […]
