હરેશ જોષી, ફુલસર હાલમાં ઉનાળાના ધગધગતા તાપની વચ્ચે ફુલસર પ્રાથમિક શાળા ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા પક્ષીપ્રેમનો આદર્શ નમૂનો પૂરુ પાડતા બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ૧૦૦ થી વધારે કુંડા શાળા દ્વારા તમામ બાળકોને આપવામાં આવ્યા. જે સમયે પાણી માટે માણસો પણ તરફડે, એવી પરિસ્થિતિમાં પક્ષીઓને પાણીની જરૂર કેમ ન હોય…? આ સહાનુભૂતિથી તમામ બાળકો […]
Author: Naran Baraiya
કથાકાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે થયો શુભારંભ મહુવા, મંગળવાર તા.૨૫-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામબની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) શ્રી ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે. મહુવા પાસેનું તલગાજરડા […]
સ્વામિનારાયણના કહેવાતા સંતોની ભગવાન દ્વારકાધીશ તથા ગુગળી જ્ઞાતિ વિષે કથિત વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ
– ગુગળી બ્રાહ્મણ યુવા ટીમ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ – ગુગળી બ્રાહ્મણ તથા અન્ય સમાજ દ્વારા સરઘસ કાઢી, આવેદન અપાયું કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત […]
ખંભાળિયામાં ચઢતા પહોરે ટ્રકમાં લાગી ભીષણ આગ
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રકમાં આગ લાગતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. જો કે આગનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે ફાયર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલની સામેના રોડની એક સાઈડમાં પાર્ક […]
માધવપુરના મેળા સાથે દ્વારકામાં 10 એપ્રિલે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. આ કાર્યક્રમના અનુસંધાને ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજાઈ હતી. […]
ખંભાળિયા, ભાણવડમાં પી.આઈ., પી.એસ.આઈ.ની બદલીઓ બી.જે. સરવૈયાને પુનઃ ખંભાળિયા મુકાયા
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આજરોજ ખંભાળિયા તેમજ ભાણવડ વિસ્તારના પોલીસ અધિકારીઓની બદલીઓના ઓર્ડરો કર્યા છે. જેમાં ખંભાળિયાના પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. બી.જે. સરવૈયાને લિવ રિઝર્વમાંથી પુનઃ ખંભાળિયા પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા અન્ય એક અધિકારી કે.બી. રાજવીને ભાણવડ પોલીસ […]
બેટ દ્વારકામાં રીક્ષા ચાલકની બેદરકારીથી અકસ્માત: ખેડાના ઘોઘાવાડાના શ્રદ્ધાળુ મહિલાનું અપમૃત્યુ
કુંજન રાડિયા, બેટ દ્વારકા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ગામના રહીશ ચંદ્રિકાબેન ભગુભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના 65 વર્ષના મહિલા તાજેતરમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. તે દરમિયાન ગત તારીખ 8 માર્ચના રોજ તેઓ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે માર્ગમાં જી.જે. 37 […]
મીઠાપુરના સોની પ્રૌઢ પાસેથી તોતિંગ વ્યાજ વસૂલી, ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ
કુંજન રાડિયા, મીઠાપુર ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા ટાઉનશીપ ખાતે રહેતા નરેશભાઈ હિંમતલાલ બાડમેરા નામના 59 વર્ષના સોની આધેડને પોતાની પુત્રીના અભ્યાસ માટે પૈસાની જરૂરત હોવાથી આરંભડા વિસ્તારમાં રહેતા જયવીરસિંહ દીપસિંહ વાઢેર અને દીપસિંહ વાઢેર પાસેથી ટુકડે ટુકડે રૂપિયા સાડા સાત લાખની રકમ ત્રણ ટકાના વ્યાજદરથી લીધી હતી. જેની સામે […]
પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી, પિતા પર હુમલો: નગડીયા ગામનો બનાવ
કુંજન રાડિયા, કલ્યાણપુર કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા હરભમભાઈ નાથાભાઈ અમર નામના 55 વર્ષના મેર આધેડ પર ડાંગરવડ ગામના સામત ખીમાભાઈ અમર અને રૂપીબેન ભીમાભાઈ અમર નામના બે વ્યક્તિઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, કુહાડા તેમજ લાકડી વડે હુમલો કરીને પણ માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. […]
શિવરાજપુર નજીક કન્ટેનરમાં ચોરી: તોડફોડ કરીને વ્યાપક નુકસાની સબબ ફરિયાદ
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકા નજીક આવેલા જાણીતા શિવરાજપુર બીચના છેલ્લા પાર્કિંગની પાછળના ભાગમાં રાખવામાં આવેલા કન્ટેનરોમાંથી કોઈ તસ્કરો ગત તારીખ 14 માર્ચથી 22 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા 35,000 ની કિંમતના જેગુઆર કંપનીના 10 નળ તેમજ રૂપિયા 60 હજારની કિંમતના કુલ છ ઇન્ડિયન ટોયલેટ કમ્બોર્ડની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર […]
