Sunday July 27, 2025

ભાવનગરનું ગૌરવ:લોક ગાયક પિતા- પુત્રી રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું કરાયું સન્માન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૩ ગુજરાત વિધાનસભામાં વિશ્વ રંગભૂમિના દિવસે લોક ગાયક પિતા -ભાવનગરના રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું સન્માન કરીને તેમની કલાને બિરદાવામાં આવી હતી. મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મંત્રી મુળુભાઈ બેરા અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે કલાકાર બાપ-દીકરીની કલાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત કલા જગતના ઇતિહાસની […]

ભાવનગર જિલ્લામાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાશે વિવિધ કાર્યક્રમો

દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે ઉત્સાહ ભાવનગર ગુરુવાર તા.૩-૪-૨૦૨૫ ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લામાં ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિશેષ સામાજિક ઉપક્રમો માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ રહ્યો. ભાજપ સ્થાપના દિવસ સાથે શ્રી બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઉજવણી સંદર્ભે ગુજરાત પ્રદેશ ભારતીય […]

Bhavnagar Health World : ડો.હેતલ લીંબાણી દ્વારા કમરના દુ:ખાવામાં કાપકુપ વિના રેડિયો ફ્રિકવન્સીથી ઓપરેશન કરાયું

ભાવનગરમાં સૌ પ્રથમઅત્યાધુનિક એબલેશન પદ્ધતિથી દર્દીની સારવાર કરાઇ : ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધિરૂપ ઘટના વિપુલ હિરાણી , ભાવનગર તા.૩ ભાવનગર ખાતે આવેલ ડો. હેતલ લીંબાણી ના ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે કમરના દુ:ખાવાના દર્દીનું સૌ પ્રથમ રેડિયો ફ્રિકવન્સી એબલેશન સારવાર પદ્ધતિથી સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. જે ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધીરૂપ […]

ઊંચા કોટડા માં પ્રતીક ઉપવાસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લેતા સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ તરેડી

ગુજરાતમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રેરિત કેટલાક સાધુઓએ કરેલા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધના સ્ટેટમેન્ટ ને લઈને જો તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ પોપટભાઈ વાળાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લીધા હતા. ભરતસિંહ તરફથી જણાવ્યું કે મહુવા તાલુકાના ઉચા કોટડા માં ચામુંડા માતાજીના સનાધ્યામા પ્રતીક ધારણ કરી રહ્યા […]

કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી

કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો વર્ણવાયો મહિમા Mukesh Pandit, કોટિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી સદ્દગુરુ સેવા […]

દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય

ચણાનું ખળુ લેતાં સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ મૂકેશ પંડિત, ઈશ્વરિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે. સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હલર યંત્ર સાથે સર્જાયેલ અકસ્માતમાં જીવ […]

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ સાથે સહાય

હરેશ જોષી, મહુવા બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ […]

ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી વધતા ગરમીનો પારો ૩૯.૭ ડિગ્રીએ પહોંચતા આકરા તાપથી લોકો અકળાયા

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ બે ડિગ્રી  વધી ને ૩૯.૭ ડિગ્રી એ પહોંચતા લોકો ગરમીથી તોબા  પોકારી ગયા હતા. આજનું લઘુતમ તાપમાન ૨૪.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૪ ટકા રહ્યું હતું .અને પવનની ઝડપ ૧૨ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

Bridge of Art: ભાવનગરના આર્ટિસ્ટ બ્રિજ પાસે છે ૧૦ હજારથી પણ વધુ AI ચિત્રોનો ખજાનો

લલિતકલા અને કલારત્ન એવોર્ડ મેળવનાર આર્ટિસ્ટ બ્રિજરાજસિંહ ગોહિલ કલારસિકો માટે મળવા જેવા માણસ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લામાં આર્ટિસ્ટ બ્રિજના નામથી ખ્યાતિ પામેલા બ્રિજરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ છેલ્લા પાંચ દસકા ઉપરાંતના સમયથી કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે.કલાત્મક ડિઝાઇન, સાઈનબોર્ડ,પેઇન્ટિંગ,સિનેમા સ્લાઇડ,સ્ટીલ ફોટોગ્રાફી,ગ્રાફિક્સ સહિતની બાબતોમાં સારું એવું નામ કમાયા બાદ હાલમાં લંડન અને કેનેડાના આર્ટ માસ્ટરોના અનુભવ […]

પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ 

પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ  વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે  . પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને CGIF યુથ ફોરમ (CGIYA) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. […]

Back to Top