Saturday July 26, 2025

દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ

હરેશ જોષી, દેવલી દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ […]

એચ એમ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વિવિધ શાળાઓમાં 750 બાળકોને વસ્ત્રદાન

હરેશ જોષી, ઠળિયા ઠળિયા કેવ શાળા માં એચ.એમ દોશી ફાઉન્ડેશન મુંબઈ તરફથી શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ દલિચંદ દોશી પરિવાર તરફથી 750 બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકો અને માતા-પિતા વિનાના બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. જેમાં વિઠ્ઠલવાડી શાળા, ખોડીયારનગર શાળા, ભુતડિયા શાળા, માંડવડા બે શાળા, લામધાર શાળા, અનિડા ડેમ વાડી શાળા, અનીડા કુંભણ શાળા, […]

રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને […]

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના […]

વિશ્વ મહિલાદિને થશે નારીચેતનાનો ઉલ્લાસ

તળાજાના કવિયત્રી રક્ષા શુક્લના “કાર્યેષુ મંત્રી…” પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન થશે: પ્રવેશ નિ:શુલ્ક હરેશ જોષી, અમદાવાદ તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું તળાજાના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ […]

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા […]

ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસ તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો

હરેશ જોષી, ટીમાણાતળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભાષા વિદ્વાનો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું તેમજ માતૃ પિતૃ પૂજન કાર્યક્ર્મ ઉજવાયો જેમાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજન વિધિ કરેલ, સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

Back to Top