Wednesday September 10, 2025

હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે

– સાબરકાંઠાની યુવતીને સપનું આવ્યું હતું કે દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે અને… કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન […]

કનૈયો બન્યો મહાદેવ: શિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકાધીશને શિવસ્વરૂપ શૃંગાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫        મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શિવ સ્વરૂપના વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.          શિવજીના વિશેષ વાઘા સાથેનો શૃંગાર ઠાકોરજીને કરાયો હતો. ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ તેમજ ઓનલાઇનના માધ્યમથી લાખો ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લઈ, ભાવવિભોર […]

દ્વારકાના દ્વાદર્શ નાગેશ્વર જયોર્તિલિંગ ખાતે શિવ ભક્તોનો મેળાવડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫           સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રિના હરી અને હરના ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો.        દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શિવરાત્રીના પવન પર્વ નિમિત્તે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવ દૂધ અને જલથી અભિષેક કરી, […]

સદાબહાર અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદમાં થશે ઓલમ્પિક: પરિમલ નથવાણી

– સ્થાપના દિને અમદાવાદીઓને શુભેચ્છા પાઠવતા શ્રી નથવાણી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. જે બાબતનું ગૌરવ વ્યક્ત કરી, વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા તેમણે ગર્વભેર વિવિધ બાબતો વર્ણવી છે. સાથે સાથે સ્થાપના દિને તમામ અમદાવાદીઓને […]

અવસાન નોંધ: જામ ખંભાળિયા : ભાયાણી (સોનારડી વાળા)

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. મુલજીભાઈ વલ્લભદાસ ભાયાણી (સોનારડી વાળા) ના પુત્ર ગિરધરલાલ (ઉ.વ. 83) તે રમેશભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, મનીષભાઈ તેમજ શોભનાબેન હરેશકુમાર ગોકાણી (દ્વારકા), મીનાબેન પ્રભુદાસ દતાણી (ખંભાળિયા) અને સોનલબેન અમિતકુમાર રાજાણી (રાજકોટ)ના પિતાશ્રી તેમજ રતનશી માવજીભાઈ બારાઈના જમાઈ તા. 26 મીના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી […]

ખંભાળિયામાં ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી: મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા

– જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ કર્યું પૂજન અર્જન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫          ખંભાળિયાના પાદરમાં બિરાજતા શ્રી ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી આજરોજ સવારે અહીંના વિજય ચોકમાં આવેલી રંગ મહોલ સ્કૂલ વિસ્તારમાંથી નીકળી હતી.         છેલ્લા આશરે પાંચ સદી જુના ખામનાથ મહાદેવની શિવ વરણાંગી (શોભાયાત્રા) ને પરંપરાગત […]

ખંભાળિયામાં મહાશિવરાત્રી નિમિત્તે નગરજનોને થયા પ્રયાગરાજના દર્શન

– એકતા યુવક મંડળના ફ્લોટનું આકર્ષણ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫        ખંભાળિયામાં યુવા કાર્યકરોના એકતા ગ્રુપ દ્વારા દર ધાર્મિક તહેવારે સુંદર અને આકર્ષક ફ્લોટનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અહીંના સતવારા વાડ ખાતે આવેલા શ્રી એકતા યુવક મંડળ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળાના સુંદર દર્શન […]

ખંભાળિયા બન્યું શિવમય: શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે પર્વે ઠેર ઠેર શિવનાદ ગુંજ્યો

– સવારથી વિવિધ શિવ મંદિરમાં ઉમટી શિવ ભક્તોને ભીડ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે આજે સવારથી જ ખંભાળિયામાં શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નાના-મોટા તમામ શિવ મંદિરોમાં પૂજન અર્ચન માટે સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી.         આજરોજ શિવરાત્રી […]

યાત્રાધામ હર્ષદ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવલિંગની ચોરી અંગે પોલીસ તપાસનો ધમધમાટ

– ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની લેવાતી મદદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.      […]

અવસાન નોંધ: જામનગર: મોદી

જામનગર: હિંમતભાઈ બચુભાઈ મોદી (ગોકલપર વાળા) (ઉ.વ. ૬૭) તે સરલાબેન રવાણી, સુભાષભાઈ, નીતિનભાઈ તથા વિજયભાઈના મોટાભાઈ તેમજ ભૂમિબેન, જલ્પાબેન અને મીરાબેનના પિતાશ્રી તથા સ્વ. પ્રદીપભાઈ લક્ષ્મીકાંત સૂચક (રાજકોટ) ના જમાઈ તા. ૨૪ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થના સભા (ઉઠમણું) તથા સસરા પક્ષની સાદડી ગુરુવાર તા ૨૭ ના રોજ સાંજે ૪ થી ૪:૩૦ પાબારી […]

Back to Top