કુંજન રાડિયા, જામ ખંભાળિયા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે: My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી કે […]
Category: DEVBHOOMI DWARKA
પોલીસના સિક્કા: સિક્કા અને જામનગરમાં બાઇક તફડાવનાર સલાયાનો સાહિલ દેવભૂમિ પોલીસના હાથે ઝડપાયો
ખંભાળિયા નજીક ચોરીના મોટરસાયકલ સાથે સલાયાનો શખ્સ ઝડપાયો – અન્ય એક બાઈક ચોરીની પણ કબુલાત આપી – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી […]
છોકરીને ભગાડવાના ગુનાનો પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલો મીઠાપુરના આરંભડાનો મહિપતભા ખંભાળિયામાં ઝડપાયો
– નાસ્તો કરતા આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા પોકસોના ગુનામાં ઝડપાયેલા અને ત્યાર બાદ સજા પામી જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા આરંભડાના શખ્સને એસ.ઓ.જી. પોલીસે લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: રાજુભાઈ રણછોડભાઈ સંચાણિયા (ઉ.વ. 67) તે મગનભાઈના નાનાભાઈ, સ્વ. રમેશભાઈના મોટાભાઈ તેમજ અમિતભાઈના પિતાશ્રી અને રવિના દાદા તથા અશ્વિનભાઈ ઓધવજીભાઈ નગેવાડીયા (જામનગર)ના બનેવી તારીખ 14 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું શુક્રવાર તારીખ 18 ના રોજ સાંજે 4 થી 5 અત્રે ગુર્જર સુતા જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે […]
ભોપાલકા ગામે વૃદ્ધની બોથડ પદાર્થ ફટકારીને હત્યા: પોલીસ ટીમ દોડી ગઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી […]
ખંભાળિયામાં આંબેડકર જયંતી નિમિત્તે મહારેલી યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫ બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અહીંના બુદ્ધ યુવક મંડળ દ્વારા સવારે 9 વાગ્યે મહારેલી યોજાઇ હતી. આ રેલી આંબેડકર ચોકથી શરૂ થઈ અને ચાંદાણી મસ્જિદ, નગર ગેઈટ, જોધપુર […]
દેવભૂમિના સુવિખ્યાત શિવરાજપુર બીચની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી
– વિકાસ કાર્યોની સમીક્ષા કરી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. તેમણે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ બીચ ખાતે પ્રવાસીઓ માટેની નિર્માણાધીન સુવિધાઓનું નિરીક્ષણ કરી સંલગ્ન અધિકારીઓ પાસેથી ભવિષ્યમાં આકાર […]
ભાણવડનો દારૂ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
– ડીવાયએસપી સ્ટાફની કામગીરી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એએસઆઈ શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના […]
“રોટલી કેમ કાચી છે” કહીને પતિએ લોખંડનો સળીયો ફટકાર્યો: સઈ દેવળીયા ગામનો બનાવ
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના 25 વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ “રોટલી કેમ કાચી છે?” તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી. આટલું […]
દ્વારકામાં મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ ધરાવતા મધ્યમ બંધાના અને ઘઉં વર્ણા આ યુવાનના ડાબા હાથની પર “રાજા મેલડી” તેમજ કાંડા ઉપર અંગ્રેજીમાં “DAD” ટેટુથી ત્રેફાવેલું છે. […]
