Headlines

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: અહીંના વિશ્વકર્મા એન્જી. કંપની તથા સરસ્વતી ગ્રુપવારા સુંદરજીભાઈ દેવજીભાઈ સુરેલીયા (મુળ ભાણખોખરીવારા) ના ધર્મપત્ની રમાબેન તે ચેતનભાઈ, સરોજબેન મુકેશકુમાર વડગામા (રાજકોટ) તથા અમિતાબેન મુકેશકુમાર બકરાણીયા (જામનગર) ના માતુશ્રી, વિણાબેનના સાસુ, સ્વ. ડાયાલાલ, સ્વ. ઓધવજીભાઈ અને સ્વ. બાબુલાલના ભાઈ વહુ તથા દિપ્તીબેન અને પરાગના દાદીમાં તેમજ શાંતિલાલ (જામનગર), મુકેશભાઈ, (પ્રમુખ,…

Read More

સ્વામિનારાયણ પુસ્તકના કથનના વિરોધમાં દ્વારકામાં યોજાઈ મહાસભા

– બ્રાહ્મણો, વેપારીઓ, આગેવાનો દ્વારા આંદોલનના ભણકારા – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દ્વારકાની ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં આજરોજ સાંજે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસ્થાઓ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનોની એક મહાસભા યોજાઈ હતી. આ મહાસભામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રત્યે એક પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ શખ્સોને પાસા તળે જેલ હવાલે કરાયા

– એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સાબૂત બની રહે તે હેતુથી આ વિસ્તારના કહેવાતા માથાભારે શખ્સો, બુટલેગરો, જુગારીઓ, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ, વિગેરેની યાદી તૈયાર કરીને આવા તત્વોને શોધી કાઢી, કાયદા મુજબ કડક કામગીરી કરવામાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે શરતોને આધિન પ્રાંત અધિકારી અને…

Read More

ભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫         ભાણવડમાં આવેલા સેવા સદન નજીકથી જી.જે. 10 એ.એસ. 5763 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઇશ્વરીયા ગામના રહીશ ભીમાભાઈ ભોજાભાઈ પિપરોતર નામના 70 વર્ષના સગર વૃધ્ધને એક અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને અડફેટે લીધા હતા. જેથી તેમને શરીરના જુદા જુદા…

Read More

કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે તંત્રનું ડિમોલીશન: રહેણાંક પર ફર્યું બુલડોઝર

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભોગાત ગામે 14 વિઘા જેટલી જમીન માં રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે.      આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ અંગેના સરવે બાદ કલ્યાણપુર તાલુકા મામલતદારની…

Read More

કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.          આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી…

Read More

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પરની હોટલમાં મોડી રાત્રે બે યુવતી, યુવાન વચ્ચે બઘડાટી

– હોટેલ સંચાલકને મળી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલી એક હોટલમાં રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે બે અજાણી યુવતી તેમજ એક યુવાન વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ પછી અહીં હોટેલ સંચાલકને એક શખ્સ દ્વારા…

Read More

શનિ અમાવસ્યા નિમિત્તે હાથલા શનિદેવ ખાતે ભક્તોની ભીડ

– હજારો ભક્તો ઉમટ્યા: ચપ્પલ, બુટનો કર્યો ત્યાગ – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાથલા ગામે આવેલા ઐતિહાસિક એવા શનિદેવ મંદિર ખાતે ગઈકાલે શનિવારે શનિ અમાવસ્યા નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ પોતાના ચપ્પલ-બુટને ત્યજી દીધા હતા.         ભાણવડ નજીક આવેલા…

Read More

ઓખા મંડળમાં વધુ છ ગેરકાયદેસર દબાણ પર ફર્યું સરકારી બુલડોઝર

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં અગાઉ હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનના વધુ એક રાઉન્ડમાં ગઈકાલે સ્થાનિક પ્રશાસન દ્વારા ખાસ ટીમ મારફતે દબાણ હટાવ ઝુંબેશ હાથ કરવામાં આવી હતી.          આ કામગીરીમાં ઓખા વિસ્તારમાં કેટલાક આસામીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સંદર્ભે તંત્ર દ્વારા નોટિસ અંગેની…

Read More