દ્વારકા નજીક કારની ઠોકરે રીક્ષા સવાર મુસાફરો ઇજાગ્રસ્ત
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકા – પોરબંદર ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ભીમપરા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 બી.આર. 1817 નંબરની કિયા મોટરકારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી, અને આ માર્ગ પર જઈ રહેલી જી.જે. 25 વી. 6255 નંબરની પ્યાગો રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. …
