નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે…
