Headlines

પોરબંદર: પાંચ વર્ષથી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતા આરોપીને કમલાબાગ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ વર્ષ પૂર્વે નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને રાજસ્થાનના અજમેર ખાતેથી દબોચી લીધો છે. ​શું હતો સમગ્ર…

Read More

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મીટ માર્કેટનો ઉગ્ર વિરોધ: એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ કમિશનરને લખ્યો પત્ર

​અહિંસાની ભૂમિ પર કતલખાના જેવી પ્રવૃત્તિ નૈતિક મૂલ્યો વિરુદ્ધ હોવાની રજૂઆત; મીટ માર્કેટના બદલે પશુ સંભાળ કેન્દ્ર બનાવવાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા મીટ માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણય સામે હવે કાનૂની અને સામાજિક વિરોધ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિરોધ બાદ હવે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ…

Read More

રાણાવાવ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા અડધા લાખની કિંમતના ત્રણ મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા અને પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં ખોવાયેલા ફોન શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ​આ કામગીરીમાં ડીવાયએસપી ધવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એન. તળાવીયા અને પીએસઆઈ આર.વી. મોરી સહિતના સ્ટાફે ટેકનોલોજી અને CEIR પોર્ટલની…

Read More

હાર્બર મરીન પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર જૂનાગઢ રેન્જ આઈ.જી. અને પોરબંદર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ખારવા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીથી થતા નુકસાન અંગે સમજ આપી ડ્રગ્સ એક્ટિવિટી હેલ્પલાઈન 1933 વિશે માહિતગાર કરાયા હતા….

Read More

પોરબંદર મત્સ્ય બંદર પર અસામાજિક તત્વોનો આતંક: ઇલેક્ટ્રિક સબસ્ટેશનના દરવાજા તૂટ્યા : વધતી ચોરી અને અસુરક્ષાના માહોલથી માછીમારોમાં રોષ; સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના મત્સ્ય બંદર વિસ્તારમાં, ફિશરીઝ ટર્મિનલ ગેટની બાજુમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને ફિશરીઝ વિભાગના ઇલેક્ટ્રિક સબસ્ટેશનની બાજુની ઓરડીનો દરવાજો અજ્ઞાત તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બંદર વિસ્તારની સુરક્ષા અને વીજ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે. ભાજપ માછીમાર સેલ અને માછીમાર…

Read More

ગુજરાતના દરિયામાં ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ સાથે ૪ વિદેશી નાગરિકો અને ૨૦૦ પેકેટ સિગારેટ ઝડપાયા: તપાસ માટે પોરબંદર લવાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતીય દરિયાઈ સીમામાં સતર્કતા વધારતા ઇન્ડિયન કોસ્ટગાર્ડના શિપ દ્વારા એક શંકાસ્પદ ઈરાની બોટ ‘અલ મુખ્તાર’ ને ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાંથી ૪ ઈરાની નાગરિકો અને આશરે ૨૦૦ પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ​કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને તેમાં સવાર તમામ શખ્સોને વધુ તપાસ…

Read More

કુતિયાણા પોલીસની સરાહનીય કામગીરી: ખેડૂતના ખાતામાંથી ફ્રોડ થયેલા ₹1.80 લાખ પરત અપાવ્યા

​પોરબંદર: કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમના નાણાં પરત અપાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ​વિગત મુજબ, કુતિયાણાના ખાગેશ્રી ગામના રહેવાસી રવિકુમાર કિશોરભાઈ ફળદુએ સરકારની NAFED યોજના હેઠળ મગફળીનું વેચાણ કર્યું હતું. જોકે, ટેકનિકલ ખામી અથવા ફ્રોડના કારણે તેમના હકના ₹1,80,845/- અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં…

Read More

પોરબંદરમાં નોનવેજ માર્કેટ માટે 2.5 કરોડ ફાળવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાનગરપાલિકાને અનેક સવાલ

બજરંગ દળ ના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પોરબંદર જિલ્લા દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહેલ. કમિશનર તથા વર્તમાન વહીવટદાર નોન-વેજ ખોરાક માટે અઢી કરોડ રૂપિયાની…

Read More

પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારા નજીક શિવસેના દ્વારા શિવાજી જયંતીની શાનદાર ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં શિવાજી મહારાજની આ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ખાસ કરીને જીલ્લા શિવસેના દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાની આરતી ઉતારી હારતોરા કરી અને ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજે મોગલ સામ્રાજ્યને ટક્કર આપી હતી તમામ હિંદુઓના હ્રદયમાં શિવાજી મહારાજનું અનેરૂ સ્થાન રહેલું છે. શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી…

Read More

પોરબંદરમાં ઓનલાઇન ફિશિંગ ટોકન સોફ્ટવેર ખોરવાતા માછીમારો મુશ્કેલીમાં: વૈકલ્પિક ‘મેન્યુઅલ ટોકન’ આપવા રજૂઆત

​સોફ્ટવેરની ટેકનિકલ ખામીને કારણે સેંકડો બોટો બંદર પર જ અટવાઈ; માછીમારોને લાખોનું નુકસાન અને વીમાના જોખમ અંગે કમિશનરને પત્ર ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર​પોરબંદરના દરિયાકાંઠે માછીમારી ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો છવાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મત્સ્યોદ્યોગ વિભાગના ઓનલાઇન ટોકન જનરેશન સોફ્ટવેરમાં સર્વર ડાઉન અથવા ટેકનિકલ ખામી સર્જાવાને કારણે માછીમારોને ફિશિંગ માટેના જરૂરી ટોકન મળી રહ્યા…

Read More