સુરત મર્ડર મિસ્ટ્રી: અમરોલીમાં કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો; પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ મળીને કરી હતી વૃદ્ધાની કરપીણ હત્યા
ભાભી-દિયર વચ્ચેના અનૈતિક સંબંધો અને આર્થિક વિવાદમાં અડચણરૂપ બનતી સાસુને રસ્તામાંથી હટાવવા રચાયું હતું લોહિયાળ કાવતરું ધ ગ્રેટ વર્લ્ડ, સુરત સુરતના અમરોલી વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. કોસાડ આવાસ પાસે એક કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય વૃદ્ધા હમીદાખાતુનની લાશનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. આ…
