વિપુલ હિરાણી, ભાવનગર તા.ર ભાવનગર ના સવાઈ નગર ગામમાં જમીન ના ઝગડામાં સગા ભાઈની હત્યા કરનાર મોટાભાઈ ની પોલીસે ધરપકડ કરી છે. ભાવનગરના નજીકના સવાઈનગર ગામે ચાર દિવસ પહેલા જમીનના ઝગડામાં મોટાભાઈ મુકેશ પરમારે નાનાભાઈ ચંદુભાઈની ધારિયું મારી હત્યા કરી હતી જે બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ચાર દિવસ પહેલા મુકેશ પરમાર નામના હત્યારા […]
Category: CRIME
ખોટા દસ્તાવેજો ઉભા કરી હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ 3 સામે FIR – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે સાથે બે શખ્સોની અટકાયત પણ […]
બેટ દ્વારકામાં પરપ્રાંતિય શ્રદ્ધાળુના મુદ્દામાલની ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો
Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે રહેતા રોહનભાઈ શિવુભાઈ નામના એક શ્રદ્ધાળુઓ તાજેતરમાં દેવભૂમિના બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે રિક્ષામાં રાખેલું રૂ. 40,000 ની કિંમતનું લેપટોપ તેમજ રૂપિયા 7,000 ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ તસ્કર કોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ […]
Like Hollywood: યે આગ કબ બૂઝેગી?: ભાવનગરના હસ્તગીરી ડુંગરોમાં આગથી અનેક અબોલ પશુ-પંખીઓ, વૃક્ષો ખાખ : આગ છઠ્ઠા દિવસે યથાવત
આગ હજુ પણ છઠ્ઠા દિવસે યથાવત રહેતા પસંદગી નાના મોટા પશુ પક્ષીઓ ઉપર સંકટ યથાવત રહેતા જીવ દયા પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ ની લાગણી: જૈન સમાજ દ્વારા નવકાર મંત્રના જાપ કરાશે વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ હસ્તગીરીના ડુંગરોની હારમાળામાં લાગેલી આગ છઠ્ઠા દિવસે પણ આ આગ યથાવત છે. હસ્તગીરીના ડુંગરાઓમાં લાગેલી […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ શખ્સોને પાસા તળે જેલ હવાલે કરાયા
– એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સાબૂત બની રહે તે હેતુથી આ વિસ્તારના કહેવાતા માથાભારે શખ્સો, બુટલેગરો, જુગારીઓ, ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ, વિગેરેની યાદી તૈયાર કરીને આવા તત્વોને શોધી કાઢી, કાયદા મુજબ કડક કામગીરી કરવામાં […]
ભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ ભાણવડમાં આવેલા સેવા સદન નજીકથી જી.જે. 10 એ.એસ. 5763 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પોરબંદર તાલુકાના ઇશ્વરીયા ગામના રહીશ ભીમાભાઈ ભોજાભાઈ પિપરોતર નામના 70 વર્ષના સગર વૃધ્ધને એક અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને અડફેટે લીધા હતા. જેથી તેમને શરીરના જુદા જુદા […]
કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે તંત્રનું ડિમોલીશન: રહેણાંક પર ફર્યું બુલડોઝર
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભોગાત ગામે 14 વિઘા જેટલી જમીન માં રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ અંગેના સરવે બાદ કલ્યાણપુર તાલુકા મામલતદારની […]
કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે. આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી […]
ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પરની હોટલમાં મોડી રાત્રે બે યુવતી, યુવાન વચ્ચે બઘડાટી
– હોટેલ સંચાલકને મળી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલી એક હોટલમાં રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે બે અજાણી યુવતી તેમજ એક યુવાન વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ પછી અહીં હોટેલ સંચાલકને એક શખ્સ દ્વારા […]
રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
– 84 બોટલ સાથે જામનગરનો શખ્સ ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા આજરોજ ચેકિંગ કાર્યવાહી દરમિયાન જામનગરના શખ્સને મુસાફર રિક્ષામાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના ડીવાયએસપી હાર્દિક […]
