Headlines

કામ-ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬         તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાને આઈટીઆઈ કર્યું હોય, અને તેમણે ઘણા સમયથી નોકરી શોધવા છતાં કોઈ કામ ધંધો મળતો ન હોવાથી આ બાબતે તેમને મનમાં…

Read More

બજાણાની તરુણીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા…

Read More

સલાયાના વયોવૃદ્ધ મહિલાના બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે વારસાઈ એન્ટ્રી કરાવી લેવાતાં ફરિયાદ

ભાઈઓ, ભત્રીજાઓ દ્વારા હક્ક ઉઠાવતી અરજી અને કબુલાતનામામાં સહીઓ કરાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 85 વર્ષના એક બ્રાહ્મણ વૃદ્ધાના સદગત પિતાની મિલકત સંદર્ભે વારસાઈ એન્ટ્રી માટે બોગસ બર્થ સર્ટિફિકેટ કઢાવી, જમીન પરનો હક્ક પચાવી પાડવાના કથિત પ્રયાસ અંગે સુનિયોજિત કાવતરું રચવા સબબ…

Read More

ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧-૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) છે અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા પરિમલ નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ…

Read More

ઘોઘા પોલીસ ક્વાર્ટરના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવી વૃદ્ધની બિનવારસી લાશ: ​સુરેન્દ્રનગર જિલ્લાના ચાચકા ગામના હોવાનું પ્રાથમિક તારણ: હત્યા આત્મહત્યા કે અકસ્માત?

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને રહસ્યમય બનાવ સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ અને સોમવારના રોજ સવારના અરસામાં આ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘા પોલીસ ક્વાર્ટરના મુખ્ય ગેટ પાસેથી એક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં વૃદ્ધની લાશ મળી આવી છે. સવાર-સવારમાં આ પ્રકારે બિનવારસી…

Read More

રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને…

Read More

WATERMELON PARTY: બળદોએ માણી મીઠા તરબૂચની જયાફત – 

ભાણવડ શિવ બળદ આશ્રમના તમામ બળદોને પીરસાયા 3200 કિલો તરબૂચ જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫       ભાણવડ પંથકમાં જીવદયા માટે છેલ્લા આશરે દોઢ દાયકાથી વધુ સમયથી કાર્યરત સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ ખાતે હાલ 89 જેટલા વૃદ્ધ, અશક્ત અને નિરાધાર બળદને આશરો આપવામાં આવ્યો છે. ત્યારે અહીં આશરો લઈ રહેલ…

Read More

નેત્રમ: પોરબંદરમાં મધ્યપ્રદેશની મહિલાનો રૂ. 20,000 ભરેલો થેલો ખોવાયો: પોલીસે શોધી આપ્યો

પોરબંદર પોરબંદરમાં તા.૫/૩/૨૦૨૫ ના રોજ ક.૧૪:૦૦ થી ૧૫:૦૦ દરમિયાન અરજદાર લુમીબેન ભુરસિંહ કલેશ રહે.જીલ્લો-અલીરાજપુર રાજ્ય-મધ્યપ્રદેશ આજ રોજ પોતાના ભાઇ બહેન સાથે પોરબંદર ખાતે આવેલ અને રીવરફ્રન્ટ પાસેથી એસ.ટી. બસ સ્ટેન્ડ જવા માટે એક પીયાગો ઓટો રીક્ષામાં બેસેલ તે દરમ્યાન એક કાળા કલરનો થેલો જેમા રોકડ રૂ.૨૦,૦૦૦/- અને જરૂરી સામાન હતો જે બસ સ્ટેન્ડ ઉતર્યા ત્યારે…

Read More

ગ્રહોની દુનિયા @ લલિત રાજ્યગુરુ : જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલ બનાવી શકે છે

ગ્રહોની દુનિયા-લલિત રાજ્યગુરુ જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલપન આપી શકે છે જ્યોતિષ અનુસાર કુંડળીમાં ઘણા એવા યોગ હોય છે જે વ્યકિતને પાગલ થવાની સંભાવના જણાવે છે.ચંદ્ર મનનો કારક ગ્રહ છે,દુષિત ચંદ્ર,નબળો ચંદ્ર, ચંદ્ર પર ક્રુર ગ્રહોની દ્રષ્ટિ કે રાહુ સાથે સંબંધ(યુતિ) માનસિક સ્થિતી ડામાડોળ કરી શકે છે. ગાંડપણની બીમારી કોઈ ને બચપણથી હોય છે…

Read More

નવારતનપરમાં મકાનની કાચી દિવાલ ધસી પડતાં મહિલા દટાઈ: સદનસીબે મોટી જાનહાનિ ટળી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર — ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગઈકાલે સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ગામમાં આવેલ જેઠવાના મઢ પાસે એક મકાનની કાચી ઈંટો વાળી દિવાલ પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ૩૭ વર્ષીય ભાવુબેન સુરેશભાઈ જેઠવા દિવાલના નીચેના ભાગમાં ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આખી દિવાલ તેમની ઉપર ધસી…

Read More