Headlines

ખંભાળિયાના રઘુવંશી અગ્રણીના નિવાસ્થાને આવતીકાલે શ્રીનાથજી બાવાની ધ્વજાની મંગલ પધરામણી

મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણીના ઘરે ભવ્ય ધર્મોત્સવ કંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીમાં કુલ 4.51 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ ચાર તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી રવિવાર તા. 26 ના રોજ મતદાન તેમજ તા. 28 ના રોજ મતગણતરી થનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ…

Read More

ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સુમિત્રાબેન અને નવજાત શિશુના મોત મામલે ડૉ. જલ્પા ભટ્ટ સામે કોળી સમાજનો ન્યાય માટે ઉગ્ર વિરોધ: જલ્પા કો કાનૂની જલ પાઓ: અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની પણ ડો જલ્પા સામે કાર્યવાહીની માંગ

રાધે કૃષ્ણા હોસ્પિટલના ડૉ. જલ્પાબેન ભટ્ટની બેદરકારીના આક્ષેપ સાથે જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લામાંથી એક અત્યંત સંવેદનશીલ અને દુખદ ઘટના સામે આવી છે, જેમાં તબીબી બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલા અને તેના નવજાત શિશુનું અકાળે અવસાન થયું છે. આ ગંભીર બાબતને લઈને ભાવનગરના કાળીયાબીડ…

Read More

ભાવનગર લઠ્ઠાકાંડ: નકલી દારૂની મહેફિલ બની જીવલેણ, તંત્રની નિષ્ક્રિયતા અને બુટલેગરોની મીલીભગત સામે મોટા સવાલો

​વરતેજમાં બોટલિંગ અને ખરકડીની પાર્ટીએ છીનવ્યા નવ નિર્દોષના જીવ, ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે પ્રજામાં વ્યાપેલો ભારે આક્રોશ ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સમયાંતરે બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓ હવે એક કમનસીબ નિયમિત પ્રક્રિયા બની ગઈ છે. તાજેતરમાં ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ઘટનામાં અત્યાર સુધી નવ લોકોના…

Read More

ડેડિયાપાડામાં વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરી ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરતી પોલીસ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ડેડિયાપાડા નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તારીખ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ ડેડિયાપાડા ખાતે પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા. ​ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન…

Read More

પોરબંદરમાં લાતીબજારથી મચ્છીમાર્કેટ, મટન માર્કેટ સુધી આરસીસી રોડ બનાવવા રજૂઆત

રોડની બન્ને સાઈડમાં બ્લોક પાથરવા અંગે પણ માંગ કરાઇ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર-છાંયા નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આવતા લાતીબજાર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો ખૂબ જ અભાવ છે. ખાસ કરીને આ વિસ્તારના રોડ-રસ્તાની દયનીય હાલત છે, ડામર રોડ બનાવવામાં આવે છે તો થોડા દિવસોમાં જ મસમોટા ખાડા પડી જાય છે. જેથી આ વિસ્તારના વેપારીઓની સુવિધા અર્થે…

Read More

ઈરાન-અમેરિકા: યુરેનિયમ અને Hormuz ટોલ મુદ્દે ઘર્ષણ

ધ ગ્રેટ વર્લ્ડ, વૉશિંગ્ટન | 22 મે, 2026 અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ એ ઓવલ ઓફિસ ખાતે સ્પષ્ટ કહ્યું: “ઈરાન ઉચ્ચ-સંવર્ધિત યુરેનિયમ પોતાની પાસે રાખી શકશે નહીં. અમે તે લઈ લઈશું. અમને તેની જરૂર નથી, અમે ઈચ્છતા પણ નથી. કદાચ અમે મેળવ્યા પછી તેનો નાશ કરી દઈશું, પણ તેઓ તે પાસે રાખી શક્શે નહીં.”અમેરિકી વિદેશ મંત્રી…

Read More

ખેડુતો માટે ઉનાળુ કઠોળના પાકમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ અંગે માર્ગર્શીકા જાહેર

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા પોરબંદર જિલ્લાના ખેતુતો માટે ઉનાળુ કઠોળ પાન ટપકાં, પીળો પચરંંગીયા, બેક્ટેરીયલ બ્લાઇટ જેવા રોગ તેમજ સફેદ માખી, તડતડીયા જેવી ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે જે પ્રમામે ખેડુતોએ રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. મગ અને ગુવારમાં બેક્ટેરીયલ બ્લાઇટ રોગના નિયંત્રણ માટે…

Read More

કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ        મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશભાઈ ભાયલાભાઈ જમરા નામના 29 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનને નાનપણથી જ ચક્કર આવવાની બીમારી હોય, દરમ્યાન શનિવારે એક આસામીની વાડીમાં આવેલા કુવામાંથી પાણી ભરવા જતી વખતે તેમને ચક્કર…

Read More

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      મધ્યપ્રદેશના ઉજજૈનના નિવાસી અને હાલમાં કર્ણાટક રાજયના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું અને શ્રીજીની પાદૂકાનું પૂજન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મીડીયા સાથેની વાતચીતમાં ગેહલોતે જણાવ્યું હતું કે તેઓ અગાઉ બે વખત દ્વારકાધીશના દર્શન કરી ચૂકયા છે અને…

Read More