Headlines

ખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથ ફેરો

જામ ખંભાળિયા        ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલી જિલ્લા પંચાયત કચેરી સામે સરકારી વસાહતમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અહીં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની વિવેકકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 36) ના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કુલ રૂપિયા 35,500…

Read More

ભારતીય રેલવેની નાણાકીય સ્થિતિ સારી છે, મુસાફરોને પહેલા કરતાં વધુ સબસીડી આપી રહી છે: રેલ મંત્રી

શંભુ સિંહ, ભાવનગર ● ટ્રેન દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી ફક્ત 73 પૈસા વસૂલવામાં આવે છે.● આ વર્ષે 1,400 લોકોમોટિવ્સનું ઉત્પાદન થયું, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતાં વધુ છે.● 31 માર્ચ સુધીમાં, ભારતીય રેલવે 1.6 અબજ ટન કાર્ગો કેરેજ સાથે વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે.● પ્રધાનમંત્રી નરેન્દ્ર…

Read More

ખંભાળિયાના ગ્રામ્ય માર્ગ માટે રૂપિયા 9 કરોડ મંજુર કરાયા

– ભાતેલ – વડત્રા રોડ માટે સાંપળી મંજૂરી – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના ભાતેલ નજીકના માર્ગ માટે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 9 કરોડની ફાળવણી કરવામાં આવી છે.        આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ રિધ્ધિબા શક્તિસિંહ જાડેજા પાઠવેલા પત્રમાં ખંભાળિયા તાલુકાના ભાતેલ અને…

Read More

જન્મદિન શુભેચ્છા : દેવભૂમિ દ્વારકાના જાણીતા કથાકાર જીતેશભાઈ શાસ્ત્રીનો આજે જન્મદિવસ

       જામ ખંભાળિયાના વતની અને હાલ સુરત નિવાસી સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જીતેશભાઈ શુક્લ (પૂ.શાસ્ત્રીજી) નો આજે જન્મદિવસ છે.      પૂ. શાસ્ત્રીજી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી અખિલ ભારતીય જેવી અનેક સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી, સંસ્કૃતની ઉચ્ચતમ પદવી પ્રાપ્ત કરી, વર્તમાન સમયમાં શ્રીમદ ભાગવત અને દેવી ભાગવત આદિ પુરાણોની કથાઓના માધ્યમથી દુબઈ, આફ્રિકા, નૈરોબી, કેન્યા…

Read More

બેટ દ્વારકામાં રીક્ષા ચાલકની બેદરકારીથી અકસ્માત: ખેડાના ઘોઘાવાડાના શ્રદ્ધાળુ મહિલાનું અપમૃત્યુ

       કુંજન રાડિયા, બેટ દ્વારકા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ગામના રહીશ ચંદ્રિકાબેન ભગુભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના 65 વર્ષના મહિલા તાજેતરમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. તે દરમિયાન ગત તારીખ 8 માર્ચના રોજ તેઓ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે માર્ગમાં જી.જે. 37…

Read More

રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને…

Read More

તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે

વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય…

Read More

બગદાણામાં સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી: ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા

હરેશ જોશી, કુંઢેલીતા.6, મંગળવાર બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન…

Read More

ખંભાળિયામાં શનિવારે રામા મંડળનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૪          ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા શક્તિનગરના મેદાનમાં આગામી શનિવાર તારીખ 22 મીના રોજ રાત્રે 10 વાગ્યે માણેક વાડાના પ્રખ્યાત જય રામદેવ રામા મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.            અહીંના જાણીતા ગાયત્રી ગરબા મંડળ દ્વારા આયોજિત આ રામા મંડળમાં ધર્મલાભ લેવા શહેર તથા આસપાસની…

Read More

The Gosai Effect: ભાવનગર સર ટી હોસ્પિટલમાં બાળરોગ વિભાગે 4 પ્રેક્ટિસ અપનાવતાં મૃતાંકમાં 50 % સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો

– સફળ પ્રયોગથી નવજાતને જીવતદાન – હોસ્પિટલને ગ્રીપ એવોર્ડની ભેટ અપાવનાર પ્રયોગ ડો. મેહુલ ગોસાઇની ‘4 વ્યૂહરચના’થી સર ટી. હોસ્પિ.એ 4 વર્ષમાં નવજાત શિશુ મૃત્યુદર 13.74 % થી ઘટાડી 5.67 % કર્યો કુંજન રાડિયા, ભાવનગર     નવજાત શીશુમાં મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી છેલ્લા ચાર વર્ષમાં નવજાત…

Read More