ખંભાળિયાના કારખાનેદાર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના પેટકોકના જથ્થામાં કરી ભેળસેળ: . 8.60 લાખની છેતરપિંડી સબબ ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૦૬-૧૧-૨૦૨૫ ખંભાળિયા શહેર નજીકના શહેરમાં આવેલા એક કારખાનામાં થોડા સમય પૂર્વે પેટકોકના જથ્થાની શંકાસ્પદ રીતે હેરાફેરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની કાર્યવાહી તેમજ ખાનગી કંપનીમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર ઉપરાંત અહીંની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝના શખ્સો, વાહન ચાલક વિગેરે કુલ 8 આસામીઓએ મીલીભગત આચરીને…
