ખંભાળિયા પીજીવીસીએલ સ્ટાફની સેવા પ્રવૃત્તિ: પદયાત્રીઓને આઈસ્ક્રીમ, ચોકલેટનું વિતરણ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬ ખંભાળિયા પીજીવીસીએલના રામનગર સબ ડિવિઝનના સેવાભાવી અધિકારીઓ, કર્મચારીઓએ નવતર અભિગમ અપનાવીને દ્વારકા જતા યાત્રિકોને સેવાઓ આપી હતી. હાલ હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને ટાઢક થાય તે હેતુથી રામનગર સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આઈસ્ક્રીમ અને…
