ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે સસ્પેન્શનના આકરા પગલાં
ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાત પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને ગુનાખોરી સામે કડક વલણ અપનાવવાના ભાગરૂપે એક મોટી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ચર્ચાસ્પદ પોક્સો (POCSO) કેસના ફરિયાદીની સરાજાહેર હત્યાના મામલામાં આરોપીને પકડવામાં અને પીડિત પરિવારને સુરક્ષા આપવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના…
