જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ ખંભાળિયાની જૂની અને જાણીતી પેઢી ઠા. રણછોડદાસ કેશવજી હિંડોચા વારા સેવાભાવી એવા સ્વ. પ્રાણજીવનભાઈ હિંડોચાના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભારતીબેનના પુત્ર યશ તેમજ તેમની પુત્રી શિવાનીએ તાજેતરમાં લેવાયેલ એમ.બી.બી.એસ. તથા બી.એચ.એમ.એસ.ની પરીક્ષા રાજસ્થાનની અમેરિકન મેડીકલ કોલેજમાંથી અને બરોડાની મહાલક્ષ્મી મહિલા કોલેજમાંથી પ્રથમ પ્રયાસે અને ખૂબ સારી ટકાવારી સાથે […]
Author: Naran Baraiya
ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિને યોજાતા કેમ્પ અંતર્ગત આગામી રવિવાર તા. 13 એપ્રિલના રોજ અત્રે જલારામ મંદિર ખાતે ડાયાબિટીસ અને બીપીની ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુ.કે. સ્થિત ઉર્મિલાબેન મુકુન્દરાય સામાણી પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પનો સવારે 9 […]
ખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા નજીક પોરબંદર માર્ગ પર આવેલા પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી બાલનાથ મહાદેવના મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 5 વાગ્યાથી યોજાનારા આ પાઠના ધાર્મિક આયોજનમાં સહભાગી થવા સર્વે હનુમાન ભક્તોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો […]
અમદાવાદમાં સ્વ. દીપકભાઈ પારલેવાળાની પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા સેવાકીય કાર્ય
વિપુલ હિરાણી, અમદાવાદ તા.૧૨સ્વ. દીપકભાઈ શાંતિલાલ પારલે વાળા ની ૧૫ મી પુણ્યતિથિ નિમિત્તે તેમના તેમના ધર્મપત્ની કુંદનબેન દીપકભાઈલાંગરેજા( પારલેવાળા )દ્વારા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ના સગા સંબંધીઓને વિનામૂલ્યે ભોજન આપવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં કુંદનબેન દીપકભાઈ, પ્રશાંતભાઈ નટવરભાઈ , રીપલબેન પ્રશાંતભાઈ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કુંદનબેન દ્વારા અનેક સામાજિક કાર્યો થઈ […]
ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રીનો આજે હેપી બર્થ ડે
જામ ખંભાળિયા તા. ૧૨-૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર તેમજ શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રી નવ્યાનો આજે પાંચમો હેપી બર્થ ડે છે. તારીખ 12-04-2020 ના રોજ જન્મેલી ચિ. નવ્યા તેના પપ્પા પાર્થ તન્ના (બન્ના ભાઈ) અને મમ્મીની લાડલી ઢીંગલી છે. નવ્યાને તેના મોટા પપ્પા શ્યામભાઈ તેમજ […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા: સ્વ. લવજીભાઈ નાનાણીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 80) તે રમેશભાઈ નાનજીભાઈ અને મનસુખભાઈના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા 12 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે ખામનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ: બરફના કરા પડ્યા
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલતું આવ્યો હતો અને ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો. દરમિયાન આજે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી ફરી રહ્યા હતા. બરફના કરા પડતા રાહદારીઓમાં નાશ ભાગ મચી ગઈ […]
ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું
– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન […]
કલ્યાણપુર પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પૂર્વે કોઈ શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ તેણીના પરિવારજનો દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના […]
ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૭૬ તથા બિયર ટીન-૯૧ મળી કુલ કિ.રૂ.૪૮,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા સ્ટાફ જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, દેપલા ગામના રહેવાસી ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા એ પરપ્રાંતિય ભારતીય બનાટનો વિદેશી દારૂનો […]
