ગુજરાતમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રેરિત કેટલાક સાધુઓએ કરેલા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધના સ્ટેટમેન્ટ ને લઈને જો તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ પોપટભાઈ વાળાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લીધા હતા. ભરતસિંહ તરફથી જણાવ્યું કે મહુવા તાલુકાના ઉચા કોટડા માં ચામુંડા માતાજીના સનાધ્યામા પ્રતીક ધારણ કરી રહ્યા […]
Author: Naran Baraiya
કોટિયામાં ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી
કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો વર્ણવાયો મહિમા Mukesh Pandit, કોટિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ચાલતી ભાગવત કથામાં ૧૦૮ વૃક્ષો વાવવાં વ્યાસપીઠથી ટહેલ નાખતાં વિશ્વાનંદ માતાજી દ્વારા કૃષ્ણ જન્મોત્સવ સાથે ગૌ સેવા અને વૃક્ષોનો મહિમા વર્ણવાયો હતો. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રી સદ્દગુરુ સેવા […]
દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય
ચણાનું ખળુ લેતાં સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ મૂકેશ પંડિત, ઈશ્વરિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે. સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હલર યંત્ર સાથે સર્જાયેલ અકસ્માતમાં જીવ […]
દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ
– જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી […]
દ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે. ____________________________________________________________________________ દ્વારકામાં ક્રિકેટ […]
ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ સાથે સહાય
હરેશ જોષી, મહુવા બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ […]
ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી વધતા ગરમીનો પારો ૩૯.૭ ડિગ્રીએ પહોંચતા આકરા તાપથી લોકો અકળાયા
વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ બે ડિગ્રી વધી ને ૩૯.૭ ડિગ્રી એ પહોંચતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. આજનું લઘુતમ તાપમાન ૨૪.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૪ ટકા રહ્યું હતું .અને પવનની ઝડપ ૧૨ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
Bridge of Art: ભાવનગરના આર્ટિસ્ટ બ્રિજ પાસે છે ૧૦ હજારથી પણ વધુ AI ચિત્રોનો ખજાનો
લલિતકલા અને કલારત્ન એવોર્ડ મેળવનાર આર્ટિસ્ટ બ્રિજરાજસિંહ ગોહિલ કલારસિકો માટે મળવા જેવા માણસ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લામાં આર્ટિસ્ટ બ્રિજના નામથી ખ્યાતિ પામેલા બ્રિજરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ છેલ્લા પાંચ દસકા ઉપરાંતના સમયથી કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે.કલાત્મક ડિઝાઇન, સાઈનબોર્ડ,પેઇન્ટિંગ,સિનેમા સ્લાઇડ,સ્ટીલ ફોટોગ્રાફી,ગ્રાફિક્સ સહિતની બાબતોમાં સારું એવું નામ કમાયા બાદ હાલમાં લંડન અને કેનેડાના આર્ટ માસ્ટરોના અનુભવ […]
પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ
પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે . પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને CGIF યુથ ફોરમ (CGIYA) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. […]
દેવભૂમિના પોલીસ અધિકારીએ મેળવી વધુ એક સિદ્ધિ: ખેલ મહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે ખેલ મહાકુંભ 3.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય […]
