BHAVNAGAR
ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા જીવનસાથી પરિચય મેળો યોજાશે
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૫ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો ભાવનગર ઘ્વારા ૧૬ મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરીચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શીવશકિત હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.આ યુવક યુવતિ અને તેના વાલીઓએ ફોર્મ તા. ૧૫/૩/૨૦૨૬ સુધીમાં મેળવી ભરી આપી જમા કરવાના રહશે. લીમીટેડ…
ભાવનગરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી ના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના…
જૂના રતનપરના સરપંચ ઘનશ્યામ વેગડ દ્વારા પશુઓ માટે આધુનિક અવેડાનું નિર્માણ
વિકાસના એક પછી એક કામ સુંદર રીતે કરી રહેલા સરપંચ ઘનશ્યામ વેગડની વધતી જતી લોકપ્રિયતા : દરેક કાર્ય કોઈ કૌભાંડ વગર સરસ રીતે થઈ રહ્યું છે ! ધ ગ્રેટ વર્લ્ડ, જુના રતનપર ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામમાં લોકહિત અને વિકાસના કાર્યોને વેગ આપતા સરપંચ ઘનશ્યામ વેગડ દ્વારા પશુઓ માટે પીવાના પાણીની સુંદર સુવિધા ઊભી કરવામાં…
ભાવનગરના પાલિતાણામાં રૂ.૨૨.૮૮ લાખ ની ઘરફોડ ચોરી કરનાર વિપુલ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ મળી આવતા લોકઅપમાં “ભવ્ય સ્વાગત” કરતી પોલીસ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગરતા.૨૪ ભાવનગર જિલ્લામાં LCB પોલીસ અને પાલીતાણા રૂરલ પોલીસ બન્ને સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના પગલે રોડ ઉપર ઉભેલા જાળીયા ગામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર LCB…
અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ લખી ગુજરાતીમાં વાર્તા, આ રીતે રાજયની સૌ પ્રથમ બુક પ્રકાશિત કરી ભાવનગરની જ્ઞાનમંજરી શાળાએ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ…
ફરિયાદકા નજીકથી 6.70 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હર્ષદ ઝડપાયો: પોલીસને ભાવનગરના દિપક અને રવિની તલાશ
ભાવનગરની એલસીબી પોલીસે રૂ.6.70 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો વિપુલ હિરાણી ભાવનગર તા.૨૪ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ફરિયાદકા નજીક દરોડો પાડી રૂ. 6,70,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ…
ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મહિલા મોરચા દ્વારા ધરણા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહીલા મોરચા દ્વારા ધરણા નું આયોજન કરવામાં આવ્યું .આ ધરણામાં મહીલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીના…
ભાવનગરના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની ચાર અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને છરીથી હુમલો કરી હત્યા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે 4 અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના ૩૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર ઘુઘાભાઇ ઉર્ફે રાજુભાઇ વાલજીભાઈ ગઢાદરા પર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે મોરચંદ ગામની સીમમાં જીવલેણ હુમલો થયો હતો….
૨૯ માર્ચથી ભાવનગરથી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ પુન: શરૂ થશે : તા. 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા મુકેશ પંડિત, ભાવનગર ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ…
