વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન મૂકેશ પંડિત, જાળિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી છે. તેઓએ આશ્રમમાં અલગ અનુભૂતિનાં વાતાવરણનો […]
Category: BHAVNAGAR
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યું: મૂકેશ પંડિત
લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં મૂકેશ પંડિતે સરપંચ તથા પત્રકાર તરીકેનાં વર્ણવ્યાં અનુભવો ઈશ્વરિયા શનિવાર તા.૮-૨-૨૦૨૫ સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં ગ્રામીણ અભ્યાસ સ્નાતક ( બી.આર.એસ. ) વિભાગમાં ‘આજનાં ગ્રામ વિકાસમાં આવી રહેલાં પરિવર્તનો’ વિષય પર કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું. વ્યાખ્યાનમાં તેઓએ પોતાનાં તત્કાલીન સરપંચ તરીકેનાં અનુભવો અને વિકાસની સતત બદલાતી પરિભાષા તથા […]
સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી, ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ધર્મિષ્ઠા ત્રિવેદીએ મેળવી Ph.Dની પદવી
મૂકેશ પંડિત, ભાવનગર, તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫ નારી એટલે મમતા અને ક્ષમતાનો સુભગ સમન્વય શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ મેળવી Ph.D ની પદવી. પાલિતાણા, ભાવનગરસ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી એ મેળવી Ph.Dની […]
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
હરેશ જોષી, ટીમાણા પહેલી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની કોસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો અગ્રેસર રહ્યા હતા. જેમાં અન્ડર 14 ભાઈઓમાં ચાવડા આશિષ આણંદભાઈ (સખવદર), નાદવા કાર્તિક હર્ષદભાઈ (રોયલ)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અંડર 14 ભાઈઓમાં જ બે બાળકોએ બીજો […]
તરસીંગડાના ડુંગર પર બિરાજમાન આઈ ખોડીયાર નો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો
કિશોર ચિમનાણી, સિહોર રાજરાજેશ્ર્વરી હાજરાહજૂર તરશીગડાના ડૂગર ઉપર બીરાજમાન “આઈ શ્રી તરશીગડા વાળા ખોડીયાર માતાજી”ના જ્ન્મ દિવસની માતાજીના સેવકો દ્નારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ મહાઆરતી સમયે માતાજી ના દશૅન કરી ભાવિકો એ ધન્યતા અનુભવેલ.
સિહોરમાં વધુ એક આરોગ્ય સુવિધા: ડો. મોહિત ચાવડાના ધન ગુરૂ રામદાસ કલીનીકનો પ્રારંભ
કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લાના શિહોર ખાતે વસંત પંચમી ના પાવન પર્વ નિમિત્તે સંત બધા થાયરાસિધ તેમજ સંત માતા અધ્ધી આમ્મા રાધા માતા ના આશીર્વાદ થી “દૅદી દેવાય ભવ:”જેનો મુદા લેખ છે તેવા ડૉ.મોહિત ભાઈ ચાવડા નુ મેઈન બજાર, સરકારી દવાખાના ની બાજુ મા”ધન ગુરૂ રામદાસ કલીનીક” નુ સંતો મહાત્મા અને વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં […]
એમ. કે.બી યુનિવર્સીટીના બોર્ડ મેનેજમેન્ટની નવનિયુક્ત નિમણુકોને શહેર ભાજપ સંગઠને વધાવી
ભાવનગર ગુજરાત સરકાર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના ડૉ. હરેશભાઈ નાવડીયા તથા સંજયભાઈ વાઢેરની નિમણુંક કરવામાં આવેલ. તે બદલ શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા તથા શહેર સંગઠનના હોદ્દેદારો આ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પહાર દ્વારા અભિનંદનસહ આવકારવામાં આવ્યાં હતા.
ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન
ભાવનગર મહાનગરપાલિકાની વડવા – બ વોર્ડની પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના વડવા- બ વોર્ડ નં. ૩ ના ઉમેદવારશ્રી અમરશીભાઈ ચુડાસમાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ તથા ઉમેદવાર શ્રી અમરશીભાઈ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ ૫-૨-૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ, જેમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ […]
મહાકુંભમેળામાં પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર: ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં રહેલી સુવિધા
પ્રયાગરાજ બુધવાર તા.૫-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) સમગ્ર વિશ્વનાં વિરાટ એવાં મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહેલ છે. ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં સુવિધા રહેલી છે. ભારતવર્ષનાં સનાતન પર્વ કે જેનું સમગ્ર વિશ્વને આકર્ષણ રહેલુ છે, તે કુંભમેળા સંદર્ભે અગાઉથી જ સમાચાર માધ્યમો નોંધ લેતાં રહે […]
ભાવનગર વડવા- બ વોર્ડની પેટા ચૂંટણી અનુસંધાને શહેર ભાજપ કાર્યાલયે અનુ. જનજાતી મોરચાની બેઠક મળી
વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના અનુસંધાને તારીખ ૪-૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જનજાતિ મોરચાની એક બેઠક મળેલ, જેમાં ચુંટણી પ્રભારી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અનુ. જનજાતી મોરચાના પ્રભારી શ્રી હરેશભાઇ પરમાર, અનુ. જનજાતી મોરચાના પ્રમુખ શ્રી સુનિલભાઈ ઉમટ, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ બુરવટ, […]
