જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશભાઈ ભાયલાભાઈ જમરા નામના 29 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનને નાનપણથી જ ચક્કર આવવાની બીમારી હોય, દરમ્યાન શનિવારે એક આસામીની વાડીમાં આવેલા કુવામાંથી પાણી ભરવા જતી વખતે તેમને ચક્કર […]
Category: BHANVAD
ખંભાળિયા નજીક બોલેરો અડફેટે રીક્ષાસવારનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 36 વી. 5520 નંબરના બોલેરો વાહનના ચાલકે આ માર્ગ પર માર્ગ પર જી.જે. 10 ટી.ડબલ્યુ. 3677 નંબરની એક વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. આ ટક્કરમાં […]
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ […]
ખંભાળિયા નજીક હાઇવે માર્ગ પર ઉપર ભયજનક સ્ટંટ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા
– ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫ ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના દરવાજા ખોલીને ઇંગ્લેન્ડ જોખમી સ્ટંટ કરી રહ્યા હોવાના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા આ […]
દ્વારકામાં ફુલડોલનો ઉત્સાહ: ભાવિકોનો મહેરામણ છલકાયો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫ યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સીઆઈએસએફના સ્થાપના દિન અંતર્ગત સાયકલ રેલીનું આગમન
– આરાધના ધામ ખાતે સાયકલિસ્ટોનું સ્વાગત કરાયું – જામ ખંભાળિયા, તા. ૧૧- ૦૩-૨૦૨૫ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના 56 મા સ્થાપના દિન અંતર્ગત ‘સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત’ના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના આરાધના ધામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં […]
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે સેવાયજ્ઞ યોજાયો
– દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ સહિતની સુવિધાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ […]
દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫ યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો […]
મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
– કુંજન રાડિયા, મુંબઈ મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને […]
