Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની આવતીકાલે ચૂંટણી: પ્રમુખ પદે ગૌરીબેન હાથીયા નિશ્ચિત

– જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો થશે બિનફરીફ – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયતમાં આ વખતે સૌથી વધુ નોંધપાત્ર બેઠકો સાથે ભાજપ વિજેતા બન્યો છે. ત્યારે આવતીકાલે શનિવારે યોજનારી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ગૌરીબેન હાથીયા નિશ્ચિત છે. આ સાથે ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા…

Read More

ખંભાળિયાના જાણીતા દાતા સદગૃહસ્થ હાલાઈ ભાટીયા ધૈર્યસિંહ રાજડાનું નિધન 

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: અહીંની સેવાભાવી સંસ્થા શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને હાલાઈ ભાટીયા સ્વ. પુરુષોત્તમ ઠાકરશીભાઈ રાજડા તથા સ્વ. પ્રેમકુંવરબાઈ રાજડાના સુપુત્ર ધૈર્યસિંહ પુરુષોત્તમ રાજડા (ઉ.વ. 78) તે પ્રીતિબેનના પતિ, જય અને યશના પિતા, સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન તથા દીનાબેનના ભાઈ તેમજ યશવંતસિંહ ખીમજી…

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં રવિવારે વિશેષ મનોરથ દર્શન

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      ખંભાળિયામાં ન્યુ રામનાથ પાર્કમાં શ્રી વલ્લભ માર્ગ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે હાલ અધિક માસને અનુલક્ષીને આગામી રવિવાર તા. 24 ના રોજ “નંદભવનમાં સપ્ત પલના” ના મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.         રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી આ દર્શનનો લાભ લેવા વૈષ્ણવ…

Read More

ખંભાળિયા, ભાણવડમાં અસાજિક તત્વોના 32 જેટલા વીજ જોડાણો રદ કરાયા

– 58 આસામીઓને રૂ. 27.79 લાખની રકમનો દંડ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ આવા તત્વોના વીજ જોડાણના ચેકિંગ કરી અને ગેરકાયદેસર વીજ જોડાણ રદ કરવાની કાર્યવાહી પીજીવીસીએલને સાથે રાખીને અહીંના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી….

Read More

દ્વારકા નજીક સીલ કરાયેલી સ્કાય હોટલમાં ખાતર પાડનારા સાત આરોપીઓ ઝડપાયા

– એસ.ઓ.જી. પોલીસે રૂ. 2.64 લાખનો મુદ્દામાલ કબજે – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬          દ્વારકા – મીઠાપુર માર્ગ પર રૂપેણ બંદર નજીક આવેલી અને એસડીએમના હુકમથી સીલ કરાયેલી સ્કાય કમ્ફર્ટ હોટલમાં થોડા દિવસો પૂર્વે થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. રાજકોટના રહેવાસી હુસેનભાઈ ભારમલની માલિકીની આ હોટલને લગભગ એક…

Read More

ભાણવડ પંથકની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારની સગીરવયની પુત્રી સાથે મૂળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા મૌલિક કિશોરભાઈ વાઘેલા નામના શખ્સ દ્વારા આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને બદદાનતથી લલચાવી-ફોસલાવીને ગત તારીખ 21 જૂન 2025 ના રોજ રાત્રિના સમયે તેમના હીરો સ્પ્લેન્ડર…

Read More

શું બોલવું તેના કરતાં શું ન બોલવું તે વધારે મહત્વનું છે: પત્રકાર જગદીશ મહેતા

સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રદ્ધા અનિવાર્ય હોવાનું જણાવતા મોરારિબાપુ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા ધોળા ગામે કનુબાપુ બાદલ પરિવાર દ્વારા મણિમા, જીવરામબાપુ તથા લીલાબાના સ્મરણાર્થે બે દિવસીય વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર અને સોમવાર દરમિયાન યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં દ્વારકા…

Read More

ઓમાનના દરિયામાં ગુજરાતી જહાજ ‘હાજી અલી’ પર મિસાઈલ હુમલો: તમામ ૧૪ ખલાસીઓ સુરક્ષિત

ધ ગ્રેટ વર્લ્ડ, મસ્કત ઓમાનના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરની માલિકીનું ‘હાજી અલી’ નામનું માલવાહક જહાજ એક ભયાનક હુમલાનો શિકાર બન્યું છે. પ્રારંભિક અહેવાલો મુજબ, આ જહાજ જ્યારે ઓમાનના દરિયાઈ માર્ગેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેના પર અજાણ્યા સ્ત્રોત દ્વારા મિસાઈલ અથવા વિસ્ફોટક…

Read More

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઉદ્યોગનગર ગુજસીટોક ગુનાના ચાર ખતરનાક આરોપીઓની ધરપકડ

મયુર ઉર્ફે મયલો ઓડેદરાની ગેંગના સભ્યો કાળા કલરની લક્ઝરી કારમાં વનાણા ટોલનાકા પાસેથી ઝડપાયા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) એકટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ…

Read More