Saturday July 26, 2025

બદલાતા વાતાવરણ વચ્ચે ચઢતા પહોરની આહલાદક તસવીર

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫        સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)

પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણજારીયા નામના 23 વર્ષના સતવારા યુવાનને ગત તારીખ 28 એપ્રિલના રોજ પોતાના ઘરે એકાએક ઉલટી થઈ હતી. ત્યાર બાદ તેમને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. […]

ખંભાળિયાના કંચનપુર કરમદી ગામે સોમવારે ઉર્ષ મુબારકનો કાર્યક્રમ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫          ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના ઉર્ષ મુબારકનો કાર્યક્રમ સોમવાર તા. 5 ના રોજ યોજવામાં આવ્યો છે.       ઉર્ષ મુબારકના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. 4 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મજલીસનું આયોજન કરાયું છે. […]

ખંભાળિયામાં એક તરફી પ્રેમીએ યુવતી ઉપર જીવલેણ હુમલો કર્યો

– તલવાર અને ધોકા વડે હુમલા સબબ કુલ ત્રણ સામે ફરિયાદ જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૫       ખંભાળિયામાં રહેતી એક યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સ દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ શખ્સના પિતા તેમજ ભાઈ દ્વારા […]

દંપતિ વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૫        દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમ વિસ્તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત તારીખ 16 એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.          આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત […]

દ્વારકા શારદાપીઠમાં આજે આદ્ય શંકરાચાર્યજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરાશે

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૫        દ્વારકા શારદાપીઠ ખાતે આવતીકાલ વૈશાખ સુદ પાંચમને શુક્રવાર તા. 2 ના રોજ સનાતન ધર્મના પ્રચારક એવા ભગવત્પાદ આઘ શંકરાચાર્ય મહારાજનો જન્મ જયંતી મહોત્સવ શારદાપીઠના વર્તમાન શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શનમાં ભકિતભાવપૂર્વક ઉજવણી આવશે.          આ પ્રસંગે દ્વારકામાં આવેલા શારદાપીઠ શંકરાચાર્ય મઠમાં ગુરૂગાદી ખાતે શુક્રવારે સવારે […]

ખંભાળિયાના એનડીપીએસ કેસમાં બે વર્ષથી નાસતો ફરતો જામનગરનો હમીદ જુસબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૫           ખંભાળિયામાં ગુલાબનગર ટેકરી વિસ્તારના મૂળ રહીશ અને હાલ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા હમીદ ઉર્ફે જીણો જુસબભાઈ રૂપિયા નામના શખ્સ સામે વર્ષ 2021 ના એન.ડી.પી.એસ.ના નોંધાયેલા કેસમાં છેલ્લા બે વર્ષથી આ શખ્સ નાસતો ફરતો હોય, જે અંગે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં […]

હર્ષદપુરમાં રિલાયન્સ દ્વારા નવા શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો

– વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ મળશે –  જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાંરૂપે અખાત્રીજના શુભ દિવસે ખંભાળિયાના હર્ષદપુર ખાતેના શ્રી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલના નવા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. આ વિસ્તારના લોકોની રજૂઆત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ડાયરેક્ટર […]

THE GREAT JOURNALIST ખંભાળિયાની જાનદાર જર્નાલિસ્ટ જાનવી સોનૈયાએ વધુ એક વખત વધાર્યું ભારત દેશનું ગૌરવ

– રશિયા ખાતે ‘બ્રિક્સ’માં યુવા પત્રકારો સાથે ખાસ કાર્યક્રમમાં આમંત્રિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫       ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારાવારા) તેમજ હીના સોનૈયાની સુપુત્રી જાનવી સોનૈયાએ પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા દાયકાથી કાર્યરત રહી, અને વૈશ્વિક મંચોએ ઓળખ મેળવી છે. જાનવી સોનૈયાને હવે સિનિયર પત્રકાર તરીકે રશિયન […]

ખંભાળિયાની પરિણીત મહિલા લાપતા બનતા શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫            ખંભાળિયામાં જૂની કોર્ટ પાછળ આવેલા રાવલ પાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મુનેશભાઈ ભીખુભાઈ મપારા નામના યુવાનની 43 વર્ષની પત્ની જયશ્રીબેન ગત તારીખ 11 એપ્રિલના રોજ પોતાના ઘરેથી કામે જવાનું કહી અને લાપતા બનતા આ અંગે સ્થાને પોલીસને જાણ કરવામાં આવી છે. જે અંગે પોલીસે […]

Back to Top