Headlines

ભાણવડના વૃદ્ધને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬          ભાણવડમાં મેવાસા રોડ પર વાડી વિસ્તારમાં રહેતા શામજીભાઈ મોહનભાઈ કણજારીયા નામના 63 વર્ષના વૃદ્ધને ભાણવડના જુના ભુતવડ પાસે રહેતા રમેશ ઉર્ફે કારૂ ઓઘડભાઈ શીડા નામના શખ્સએ ધારીયું તથા લાકડી લઈને આવી તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી શામજીભાઈ કણજારીયાને પોતાની પાસે રહેલા પરવાના…

Read More

ખંભાળિયામાં ચારણ ગઢવી સંસ્થા દ્વારા શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો

– અમર શાહિદ કુંવર પ્રતાપસિંહની સ્મૃતિમાં દેશભક્તિનું અનેરૂ આયોજન – – સાંસદ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અહીંના ટાઉનહોલ ખાતે દેશભક્તિનો અનેરો અને પ્રેરણાદાયિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.         દાયકાઓ પૂર્વે દેશભક્તિ માટે…

Read More

ખંભાળિયાના છાશ કેન્દ્રમાં આવતીકાલે વધુ એક સેવા પ્રવૃત્તિ

– 165 પરિવારોને હાફુસ કેરી અને પેંડાનું થશે વિતરણ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં સલાયા ગેઈટ પાસે આવેલી ગોવર્ધનનાથજીની જૂની હવેલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભથી અનેક જરૂરિયાતમંદ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને નિયમિત રીતે વિના મૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં આ વિતરણનો લાભ લેતા 165…

Read More

તળાજા એસટી ડેપોમાં પ્રવાસીઓ માટે સતત ૨૪માં દિવસે નિ:શુલ્ક છાશ વિતરણ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે એસટી બસના મુસાફરોને ઠંડક આપવા માટે તળાજા ડેપોમાં આજે સતત ૨૪માં દિવસે પણ નિશુલ્ક છાશ વિતરણનો સેવા યજ્ઞ સફળતાપૂર્વક ચાલુ રાખવામાં આવ્યો હતો. આજની આ અમૃત સમાન છાશના મુખ્ય દાતા તરીકે જીગરભાઈ પટેલ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો, જ્યારે છાશને ઠંડી રાખવા માટે જરૂરી બરફની સેવા…

Read More

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન

ખંભાળિયાના અગ્રણી ખેતિયા પરિવાર દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન સુપેરે સંપન્ન જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયામાં બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ ભાજપના સંનિષ્ઠ કાર્યકર કિરીટભાઈ ખેતિયા તથા નવનિયુક્ત કાઉન્સિલર ઋષિરાજ ખેતિયાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે મહાઆરતીના શુભ અવસરે ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અહીંના…

Read More

ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ

– શનિ અને રવિવારે જૂની મહાજન વાડીમાં સંપર્ક કરવો – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬      ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ગાડીત પાડા ખાતે આવેલી જૂની લોહાણા મહાજન વાડીમાં આગામી શનિવાર તા….

Read More

ખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી

– ખંભાળિયાના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ભાણવડમાં પ્રિતેશ ડાંગરને જવાબદારી – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટેની આજરોજ યોજાઈ ગયેલી ખાસ બેઠકમાં આ બંને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થવા પામી છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લાના…

Read More

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર -પરિમલ નથવાણી

આજે 25 મે, 2026 નિમિત્તે વિશ્વ ફૂટબોલ દિવસ વિશેષ (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૨૫: ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ના પ્રયત્નોએ…

Read More

ખંભાળિયા નજીક ડમ્પરની ટ્રાવેલ્સ બસ સાથે ટક્કર

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬        ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટીવી 7273 નંબરના એક ડમ્પરના ચાલકે કોઈપણ પ્રકારના સાઈડ સિગ્નલ આપ્યા વગર કુવાડીયા ગામમાં જવાના રસ્તે પોતાનું ડમ્પર વાળતા આ માર્ગ પર આવી રહેલી એક ટ્રાવેલ્સ…

Read More

કલ્યાણપુર નજીક અનધિકૃતરીતે માટીનું ખનન ઝડપાયું: ત્રણ વાહનો કબજે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬      કલ્યાણપુર પંથકમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ્ટેબલ ભરતભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી કેટલાક શખ્સો…

Read More