રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું
– વાડીમાં વર-કન્યા માટે ખાસ રૂમ, મોટું રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે – જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ‘વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના…
